Skip to main content
Settings Settings for Dark

મહર્ષિ અરવિંદ ઘોષની 150મી જન્મ જયંતી

Live TV

X
  • અરવિંદ ઘોષનો જન્મ 15 ઑગસ્ટ 1872 કૉલકતામાં થયો હતો.તેમના પિતાનું નામ કૃષ્ણધન અને માતાનું નામ સ્વર્ણલતા હતું.પિતા સિવિલ સર્જન હતા.1879માં કૃષ્ણધન પોતાના ત્રણ પુત્રોને ઇંગ્લૅન્ડ લઈ ગયા અને ડ્ર્યુએટ કુટુંબમાં મૂક્યા અને સ્પષ્ટ સૂચના આપી કે તેમનો ઉછેર સંપૂર્ણપણે અંગ્રેજી ઢબે થવો જોઈએ અને કોઈ પણ પ્રકારના ભારતીય સંસ્કાર તેમના પર પડવા ન જોઈએ. શ્રીઅરવિંદનું બાળપણ આ રીતે પરદેશમાં પાશ્ચાત્ય સંસ્કારો હેઠળ વીત્યું.1889માં સેન્ટ પૉલની સ્કૂલમાંથી તેમણે મૅટ્રિક્યુલેશનની પરીક્ષા પસાર કરી.કેમ્બ્રિજમાં અભ્યાસ કરતા હતા ત્યારે ‘ઇન્ડિયન મજલિસ’ નામના વિદ્યાર્થી-ગ્રૂપમાં જોડાયા અને ભારતને સ્વતંત્ર કરવાની જોરદાર હિમાયત કરતાં ભાષણો તેમણે કર્યાં હતા.
    વિશ્વનાં વિચારબળો પર પ્રભાવ પાડનાર રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધીજી અને રવીન્દ્રનાથ ઠાકુરની હરોળમાં તેઓ આવે છે.તેઓ અંગ્રેજી અને ફ્રેન્ચના અધ્યાપક, મહાન રાજકીય નેતા, કવિ અને નાટ્યકાર, સાહિત્યમર્મજ્ઞ અને કવિતાના મીમાંસક, ફિલસૂફ, ભાષ્યકાર અને અનુવાદક પણ હતા.આ ઉપરાંત તેઓ મહાન યોગી અને દ્રષ્ટા પણ  હતા. 

     વડોદરા રાજ્યની નોકરીમાં શ્રીઅરવિંદે મહેસૂલ ખાતામાં, મહારાજાના રહસ્યમંત્રી,અંગ્રેજી અને ફ્રેન્ચના અધ્યાપક તરીકે એમ વિવિધ કામગીરીઓ સંભાળેલી.વાઇસ-પ્રિન્સિપાલપદે 1901માં તેઓ કૉલકાતામાં ભૂપાલચંદ્ર બોઝની સૌથી મોટી પુત્રી મૃણાલિની સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા. વડોદરામાં તેઓ અંગ્રેજીમાં કાવ્યો લખતા અને તેમનો એક કાવ્યસંગ્રહ પણ પ્રગટ થયેલો. 1904માં મહારાષ્ટ્રીય યોગી વિષ્ણુ પ્રભાકર લેલે પાસેથી તેઓ યોગ શીખ્યા.બંગાળના ક્રાન્તિકારીઓ સાથે તેઓ ગાઢ સંપર્કમાં હતા. 1907 સુરતમાં કૉંગ્રેસ મળી ત્યારે પોતે હાજર રહેલા. તે સમયે તેઓ રાષ્ટ્રનેતા તરીકે પ્રસિદ્ધિ પામી ચૂક્યા હતા. શ્રીઅરવિંદે ‘યુગાન્તર’ અને ‘વન્દે માતરમ્’માં ક્રાન્તિકારી લખાણો લખેલાં. ‘વન્દે માતરમ્’ પર રાજદ્રોહનો કેસ થયો અને  અરવિંદની ધરપકડ થઈ. જામીન પર છૂટ્યા પછી બંગાળની નૅશનલ પાર્ટીના નેતા તરીકે દેશભરમાં પ્રસિદ્ધિ પામ્યા. મુંબઈ, નાશિક, નાગપુર વગેરે સ્થળોએ જાહેર ભાષણો આપ્યાં. 1908માં તેમના પર અલીપુર બૉમ્બ કેસ થયો અને 1909માં તેમને અલીપુરની જેલમાં મોકલી દેવાયા. અહીં તેમને જે આધ્યાત્મિક અનુભવ થયો. જેલમાં તેમને ‘वासुदेवः सर्वम् इति’નો સાક્ષાત્કર થયો અને ભગવાને કહ્યું હતું તેમ તેઓ નિર્દોષ છૂટ્યા. પ્રભુએ પોતાના કામ માટે નિમિત તરીકે તેમને પસંદ કર્યા. તેમણે જેલવાસ દરમિયાન ગીતાનું મનન કર્યું અને એનું જે અર્થઘટન કર્યું તે ‘ગીતા નિબંધો’માં મળે છે. આ કેસમાં તેઓ 1909માં નિર્દોષ જાહેર થયા અને પછી અંતરના અવાજને અનુસરી 1910માં ફ્રેન્ચ હકૂમત હેઠળના ચન્દ્રનગરમાં ગયા અને ત્યાંથી પુડૂચેરી ગયા. તેમણે પોતે શરૂ કરેલ ‘કર્મયોગિન્’ પત્રમાં લખેલા ‘ટુ માય કન્ટ્રીમૅન’ લેખ માટે તેમના ઉપર રાજદ્રોહનો આરોપ મુકાયેલો અને વૉરંટ પણ નીકાળેલું; પરંતુ હાઈકોર્ટે એ લેખને રાજદ્રોહી ન ગણતાં વૉરંટ પાછું ખેંચાયેલું. પછી તેમણે ‘હિંદુ’માં એક પત્ર પ્રગટ કરી રાજકારણમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધાની જાહેરાત કરી. 1914માં શ્રીઅરવિંદે ‘આર્ય’ શરૂ કર્યું અને એમાં તત્વજ્ઞાન વિષયક લેખો ક્રમશ પ્રગટ થવા લાગ્યા. તેમનાં પુસ્તકોનાં લખાણો સૌપ્રથમ ‘આર્ય’માં હપતાવાર છપાયાં હતાં. 

     શ્રીઅરવિંદે પરિકલ્પેલાં મનસ,અધિમનસ અને અતિમનસનાં સોપાનો વિગતે સમજાવ્યાં છે. ‘ધ હ્યૂમન સાઇકલ’માં શ્રીઅરવિંદની આધ્યાત્મિક સમાજની વિભાવના પ્રગટ થઈ છે.  શ્રી અરવિંદના 'સાવિત્રી’ 'સૉન્ગ્ઝ ટુ મર્ટિલા’, ‘ઉર્વશી’, ‘લવ ઍન્ડ ડેથ’કાવ્યસંગ્રહો વગેરે જાણીતા છે. 

    શ્રીઅરવિંદનાં વિવેચનાત્મક લખાણોમાં ‘The Future Poetry’ ગ્રંથ અત્યંત મહત્વનો છે.  આ ગ્રંથ ઉપરથી પ્રૉ. ગોકાકે ‘Over head Aesthesis’ નામની લેખમાળા લખી હતી અને શ્રીઅરવિંદના મૌલિક વિવેચનને બિરદાવ્યું હતું.કાવ્યની પ્રેરણા, કવિતાની પ્રક્રિયા, કવિતાનો ઇતિહાસ, પ્રશિષ્ટ અને અર્વાચીન અંગ્રેજી કવિતાનું રસદર્શન, કવિતાનો છંદોલય અને ગતિ, કાવ્યનો આનંદ વગેરે વિષયોની આ ગ્રંથમાં મૌલિક વિચારણા આપવામાં આવી છે. કવિતાને સમજવાની એ નવી ર્દષ્ટિ આપે છે. શ્રીઅરવિંદની કાવ્યવિભાવના મંત્રકવિતાની છે. ઉમાશંકર જોશીના અભિપ્રાય અનુસાર ‘‘શ્રી-અરવિંદે તેમની મંત્રકવિતા ભાવના દ્વારા બ્રાહ્મી કવિતાનો આદર્શ રજૂ કર્યો છે. સૌંદર્ય કરતાં બીજું ઘણુંબધું રસસંવેદનમાં હોય છે અને રસસંવેદન કરતાં બીજું ઘણુંબધું (દર્શન) ઊંચી કવિતામાં હોય છે, એમ બતાવીને મંત્રકવિતાની નવી દર્શનમીમાંસા એ આપે છે.તેમનું અવસાન 5 ડિસેમ્બર 1950, પુડૂચેરી ખાતે થયું હતું.

     
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
apply