યાત્રિકોને અતિથિગૃહોનાં ભાડામાં 15 થી 25 ટકા રાહત આપવાનો સોમનાથ ટ્રસ્ટનો નિર્ણય
Live TV
-
વર્તમાન કોરોનાની મહામારી વચ્ચે નાતાલ વેકેશનમાં સોમનાથ તીર્થ ફરી ધમધમે તેમજ સ્થાનિક રોજગારી વધે તે માટે સોમનાથ ટ્રસ્ટે યાત્રિકોને અતિથિગૃહોનાં ભાડામાં 15 થી 25 ટકા રાહત આપવા નિર્ણય લીધો છે. 15 ડીસેમ્બરથી 31 જાન્યુઆરી 2021 સુધી તમામ અતિથિગૃહોમાં ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ સમયગાળામાં રૂપિયા 600 થી 800માં અધ્યતન રૂમની સુવિધા યાત્રિકોને મળી રહેશે. કોરોનાં મહામારી વચ્ચે યાત્રિકોની સંખ્યા વધે તો સ્થાનિક રોજગારીની તક વધતાં નાના મોટા ધંધાર્થીઓને રાહત મળી શકે તેમ છે. સોમનાથ ટ્રસ્ટ દ્રારા અધ્યતન અને લક્ઝરી વ્યવસ્થા ધરાવતા સંખ્યાબંધ ગેસ્ટ હાઉસમાં રોકાણ માટેના ભાડામાં 15 થી 25 ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરવામાં આવી છે.
