રણોત્સવનો પ્રારંભ થાય એ પહેલાં જ સાતસો ટેન્ટનું એડવાન્સ બુકિંગ થઇ ગયું
Live TV
-
કોરોનાનું સંક્રમણ હોવા છતા રણોત્સવનું આકર્ષણ યથાવત, દેશભરમાંથી લોકો ગુજરાત આવવા માટે બુકીંગ કરાવી રહ્યાં છે.
કચ્છમાં દર વર્ષે યોજાતા રણોત્સવની તૈયારીઓના ભાગરૂપે અત્યારથી ટેન્ટ સિટી માટે બુકિંગ શરૂ થઈ ગયા છે. ધોરડો રણોત્સવ ટેન્ટસિટી 12 નવેમ્બરથી શરૂ થાય છે. તે પહેલાથી ટેન્ટ સિટીમાં 700 જેટલા ટેન્ટ બુક થઈ ગયા છે. જો કે આ વર્ષે કોરોના મહામારીને પગલે રણોત્સવ યોજાવાની શક્યતા ઓછી છે. પરંતુ પ્રવાસીઓને શ્વેત રણ નિહાળવા માટે ઉતારાની જરૂર હશે તો તંબુ નગરી ઉભી થશે તેવુ પ્રવાસન વિભાગે સ્પષ્ટ જણાવ્યુ હતુ. કચ્છના હાલ નાના-મોટા ગૃહઉદ્યોગો સીધા જ બહારથી આવતા પ્રવાસીઓથી થતી આવક સાથે સંકળાયેલા છે. કચ્છનું આ ટેન્ટ સિટી શરૂ થતા પ્રવાસી આવશે અને કચ્છના સ્થાનિકોને મોટો ફાયદો થશે. કોરોનાકાળમાં અનેક ઉદ્યોગ ધંધા ઠપ્પ થયેલા છે ત્યારે ધોરડો ખાતેના આ ટેન્ટસિટી કચ્છની મંદી ભરેલી બજારમાં તેજી લાવી શકે છે.
