આણંદ : કારના સાયલેન્સરની ચોરી કરતી ગેંગ પકડાઈ
Live TV
-
આણંદ અને ખેડા જિલ્લામાં કારના સાયલેન્સરની ચોરી કરતી એક ગેંગને પોલીસે ઝડપી પાડી છે. જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી માત્ર ઈકો કારના સાયલેન્સરની ચોરી થતી હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું હતું. જેથી આણંદની એલસીબી પોલીસે વોચ ગોઠવીને વધુ એક કારમાં ચોરી કરવા જઈ રહેલ આ ગેંગના પાંચ સભ્યોને ઝડપી પાડ્યા હતા. આ ગેંગની પુછપરછ કરતાં પોલીસને જાણવા મળ્યું કે, ઈકો કારના સાયલેન્સર મોટી જાળીવાળા આવે છે અને તેમાં પોલ્યુશન કંટ્રોલ માટે જે જાળી મુકવામાં આવે છે તેમા કિંમતી ધાતુ જેવી કે ટાટેનિયમ, સોનુ અને બીજી કિંમતી ધાતુ વાપરવામાં આવે છે. આ લોકો કારમાંથી સાઇલેંસર કાઢી તેમાંથી ધાતુ કાઢી લઈને તેને બજારમાં ઉંચા ભાવે વેચતા હતા. તમામ પાંચેય આરોપીઓ આ પહેલા પણ જુદા જુદા ગુનાઓમાં સંડોવાયેલા હતા.
