Skip to main content
Settings Settings for Dark

બેચરાજી : શંખલપુર ગામનું તળાવ છલકાતા ગામજનોએ તળાવના વધામણા કરી પૂજન કર્યુ

Live TV

X
  • 4 તાલુકાઓમાં બેચરાજી તાલુકામાં 100%થી વધુ વરસાદ થયો

    બેચરાજી તાલુકાના શંખલપુર ગામનું ગ્રામ તળાવ ચાલુ વરસાદી સીઝનમાં છલોછલ ભરાઇ જતાં ગ્રામજનો એ તળાવના વધામણાં કરી જળ દેવનું પૂજન કર્યું હતું.આ તળાવ 16 હેકટરમાં ફેલાયેલ છે. ચાલુ વર્ષે મહેસાણા જિલ્લામાં 29 ઇંચની જરૂરિયાત સામે 29.52 ઇંચ સાથે સિઝનનો 101.96% વરસાદ થયો છે. 4 તાલુકાઓમાં બેચરાજી તાલુકામાં 100%થી વધુ વરસાદ થયો છે. મહેસાણા જિલ્લામાં ચાલુ વર્ષે સારો વરસાદ થતાં મોટા ભાગના તળાવોમાં પાણીની સારી આવક થઇ છે. આ વરસાદ થતાં ખેડુતો આનંદમાં આવી ગયા છે. ભારે વરસાદના કારણે કેટલાક સ્થોળોએ પાણી ભરાયા છે જે હાલ ઓસરી રહ્યાં છે આ સીઝનમાં સારો વરસાદ થતાં શિયાળુ પાક સારો થવાની આશા ખેડૂતો સેવી રહ્યાં છે. શંખલપુરના તળાવ અંગે શંખલપુર ગ્રામ સેવા સમિતિ ના ચેરમેન પરેશભાઈ પટેલે જણાવ્યું હતું કે અમારું આ ગામ તળાવ ક્યારેય શુકાતું નથી તેમા બારેમાસ પાણી રહે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply