રાજકોટ અને ઉત્તરાખંડના નૈનીતાલ વચ્ચે સ્પેશિયલ ટ્રેનો ચલાવાશે
Live TV
-
પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ અને ઉત્તરાખંડના નૈનીતાલ જીલ્લાના લાલકુઆં વચ્ચે આગામી 13 માર્ચે વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેનો ચલાવાશે. રાજકોટ- લાલકુઆં સ્પેશિયલ સોમવાર 13મી માર્ચ 2023ના રોજ રાત્રે સાડા દશ વાગે રાજકોટથી ઉપડશે અને બુધવારે વહેલી સવારે ચાર વાગીને પાંચ મિનિટે લાલકુઆં પહોંચશે. જ્યારે લાલકુઆં-રાજકોટ સ્પેશિયલ 12મી માર્ચ, 2023, રવિવારના રોજ લાલકુઆંથી બપોરે એક વાગીને દશ મિનિટે ઉપડશે જે સોમવારે સાંજે છ વાગે પાંત્રીસ મીનીટે રાજકોટ પહોચશે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલકુમાર મીનાના જણાવ્યા અનુસાર રાજકોટ- લાલકુઆં સ્પેશિયલ સોમવાર 13મી માર્ચ 2023ના રોજ રાત્રે સાડા દશ વાગે રાજકોટથી ઉપડશે અને બુધવારે વહેલી સવારે ચાર વાગીને પાંચ મિનિટે લાલકુઆં પહોંચશે. તેવી જ રીતે લાલકુઆં-રાજકોટ સ્પેશિયલ 12મી માર્ચ, 2023, રવિવારના રોજ લાલકુઆંથી બપોરે એક વાગીને દશ મિનિટે ઉપડશે અને સોમવારે સાંજે છ વગીને પાંત્રીસ મિનિટે રાજકોટ પહોંચશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે. આ ટ્રેન માટેનું બુકિંગ 10મી માર્ચ, 2023 થી PRS કાઉન્ટર અને IRCTC વેબસાઇટ પર ખુલશે. નોના સ્ટોપેજ તેમજ રચના અને સમય વિશે વિગતવાર માહિતી મુસાફરોને www.enquiry.indianrail.gov.in આ સાઇટ પરથી મળી રહેશે.