રાજકોટ શહેર પોલીસની દુર્ગાશક્તિની ટીમનો અદભૂત માનવીય અભિગમ
Live TV
-
શહેર પોલીસની દુર્ગા શક્તિ ટીમે હેર સલૂનના કારીગરો તેમજ બોલબાલા ટ્રસ્ટના સહયોગથી તમામ વૃદ્ધાશ્રમમાં વૃદ્ધ પુરુષોને બાલ દાઢી કરાવી આપ્યા તો વૃદ્ધ મહિલાઓને નખ કાપી પોતાની માતા ની જેમ માથે માલિશ કરી ને તેઓના આશીર્વાદ મેળવ્યા
ઋષિ દવે, રાજકોટ : રાજકોટ સહિત સમગ્ર દેશમાં લોકડાઉન ની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે હાલની પરિસ્થિતિ જોતા લોકડાઉન લંબાય તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે. સરકાર દ્વારા આ બાબતે ગમે ત્યારે જાહેરાત કરવામાં આવી શકે છે ત્યારે આ બધાની વચ્ચે રાજકોટ પોલીસનો વધુ એક માનવતાવાદી અભિગમ સામે આવ્યો .શહેરમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓની સાથે સંકળાયેલ ધંધા-રોજગાર જ શરૂ છે. જ્યારે કે અન્ય ધંધા વેપાર ઉદ્યોગ બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. ત્યારે હેર કટીંગ ની દુકાનો પણ બંધ હાલતમાં જોવા મળી રહી છે. રાજકોટ પોલીસ દ્વારા શહેરભરના તમામ વૃદ્ધાશ્રમમાં જઈ હેર કટીંગ કરતા વ્યક્તિઓ ને સાથે રાખી વૃદ્ધાશ્રમમાં રહેતા વૃધ્ધો ના હેર કટિંગ કરી આપવામાં આવ્યા તો સાથે જ રાજકોટ પોલીસની દુર્ગા શક્તિ ટીમ દ્વારા વૃદ્ધાઓ ના માથામાં માલિશ કરી ,હાથ પગના નખ કાપી આપવામાં આવ્યા હતા.
રાજકોટ પોલીસના આ સરાહનીય કાર્યને સૌ કોઈ વધાવી રહ્યું છે. લોકડાઉન દરમ્યાન કદાચ આ પ્રકારના દ્રશ્યો ભારતભરમાં સૌપ્રથમ સામે આવી રહ્યા છે.
રાજકોટ શહેર પોલીસના મહિલા પીઆઈ સેજલબેન પટેલે દૂરદર્શન સાથેની વાતચીતમાં જણાવ્યુ કે દુર્ગાશક્તિની ટીમે વૃદ્ધો અને મહિલાઓને હેર કટિંગની સુવિધા મળી રહે તે માટે પ્રયાસ કરવાનું નક્કી કર્યુ હતુ..જેને સારો આવકાર મળી રહ્યો છે..
