Skip to main content
Settings Settings for Dark

અમદાવાદ : બોપલ-ઘુમા સેવા સંઘનું અનોખુ અભિયાન, સ્વખર્ચે એક એક વિસ્તાર કરી રહ્યા છે સેનેટાઈઝ

Live TV

X
  • બોપલના રહિશ મહેશભાઈ પટેલ અને રાકેશ ભાઈ પટેલે સેવા સંઘના માધ્યમથી સમગ્ર વિસ્તાપને કોરોના સંક્રમણથી બચાવવા સ્વખર્ચે શરૂ કર્યુ અભિયાન

    વિશ્વભરમાં કોરોના મહામારીના કારણે હાહાકાર મચી ગયો છે..ત્યારે ભારત સરકાર અને ગુજરાત સરકાર તેમજ આરોગ્ય વિભાગની ટીમ ખડેપગે રહી વાયરસના સંક્રમણથી બચાવવા અથાગ પ્રયાસ કરી રહી છે..આવી કપરી સ્થિતિમાં કોરોના વાયરસથી બચાવવા સામાજિક સંસ્થા અને સેવાભાગી સંઘ પણ લોકોની મદદ કરવા આગળ આવી રહ્યા છે..અમદાવાદનો બોપલ-ઘુમા વિસ્તારનો એક એક વિસ્તાર થઈ રહ્યો છે સેનેટાઈઝ.. અને એ પણ સરકારની કોઈ પણ મદદ વિના.. જી હા.. બોપલ-ઘુમા વિસ્તારમાં રહેતા અને બોપલ-ઘુમા સેવા સંઘ દ્વારા પ્રજાકીય અને સામાજિક સેવા કરતા મહેશભાઈ પટેલ અને રાકેશભાઈ પટેલે કોરોના વાયરસથી નાગરિકોને બચાવવા અનોખુ અભિયાન શરૂ કર્યુ છે..આ સંઘના કાર્યકર્તાઓ અને સંઘ સાથે સૌરાષ્ટ્ર કડવા પાટિદાર સમાજના યુવાનોની મદદથી સ્વખર્ચે સોસાયટી સેનેટાઈઝ કરવાનું અભિયાન હાથ ધર્યુ છે..એક અઠવાડિયાથી ચાલી રહેલા આ અભિયાન અંતર્ગત બોપલ-ઘુમા સેવા સંઘ દ્વારા કુલ 50થી વધુ
    સોસાયટીને સેનેટાઈઝ કરી દીધી છે..જેથી કોરોના વાયરસના સંક્રમણને અટકાવી શકાય..

    ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ કોરોના વાયરસના કેસ નોંધાયા છે..ત્યારે હજુ પણ સતત કેસની સંખ્યા વધી રહી છે એવામાં બોપલ-ઘુમાના નાગરિકોને સંક્રમણથી બચાવવા કોરોના ભગાઓ અભિયાન અંતર્ગત ઠેર ઠેર સોસાયટીઓ અને ગલી-મહોલ્લાને સેનેટાઈઝ કરવામાં આવી રહ્યા છે..

    બોપલના કયા કયા વિસ્તારો સેનેટાઈઝ કરાયા?

    (૧) વ્રજનંદન બંગ્લોઝ વી-૧ 
    (૨) વ્રજનંદન બંગ્લોઝ વી-૨ 
    (૩) બંસરી રેસીડેન્સી (૪) સૌમ્ય બંગ્લોઝ 
    (૫) જલદીપ-૩ (૬) જલદીપ-૪ 
    (૭) ઋષિલ હોમ્સ 
    (૮) અભિનંદન બંગ્લોઝ સોસાયટી,
    (9) બોપલ ઝૂંપજપટ્ટી વિસ્તારો 
    (10)ઘુમા ગામતળ સમગ્ર સેવા બસ્તિ વિસ્તાર
    (11) ડીપીએસ સ્કુલ આસપાસનો વિસ્તાર
    (12)ગાર્ડન પેરેડાઈઝ સોસાયટી, નોર્થ બોપલ
    (13) સન ઓપ્ટિમા, નોર્થ બોપલ
    (14) નાનો ઠાકોરવાસ
    (15) બોપલ જીઈબી વિસ્તારની 5 સોસાયટીઓ
    (16) કબીર એન્કલેવમાં 7 સોસાયટી
    (17) સાઉથ બોપલ અને મધ્ય બોપલમાં 10 સોસાયટીઓ
    (18)મદન મોહન બંગ્લોઝ
    (19) કમલેશ્વર એપાર્ટમેન્ટ
    (20)શ્રીવન ફ્લેટ
    (21)ભગવતી કૃપા અપાર્ટમેન્ટ 
    (22) પ્રશાંતિ રો હાઉસ
    (23)શગુન અપાર્ટમેન્ટ 
    (24)યશ રો હાઉસ
    (25)પરિક્રમા ફ્લેટ
    (26)સુરભી ફ્લેટ
    (27) શુભ અપાર્ટમેન્ટ

    બોપલ-ઘુમા સેવા સંઘ દ્વારા કુલ 50 થી વધુ સોસાયટીઓને અત્યાર સુધી કેમિકલથી સેનેટાઈઝ કરી દેવામાં આવી છે..બોપલ-ઘુમા સેવા સંઘના કાર્યકર મહેશભાઈ પટેલે જણાવ્યુ હતુ કે લોકોનો કોરોના મહામારીનો ભય દૂર થાય અને સરકારની મદદ વિના સહિયારા પ્રયાસથી આ કાર્ય ઝડપી બને તે માટે અમે સંઘના સેવાભાવીઓએ આ કાર્ય આરંભ્યુ છે..જેમાં વિવિધ સોસાયટીના નાગરિકોનો પણ ખૂબ સહકાર મળી રહ્યો છે..કોઈ પણ સોસાયટીમાંથી નાગરિકના ફોન આવે એટલે મહેશભાઈ અને તેમની ટીમ સોસાયટી સેનેટાઈઝ કરવા પહોંચી જાય છે..એટલુ જ નહી ઠેર ઠેર સોસાયટીઓના રહિશોને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને ઘરમાં જ રહેવા માટે અપીલ પણ કરી રહ્યા છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply