રાજપીપલા ખાતે જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ
Live TV
-
ગુજરાતના રાજય મંત્રી અને જિલ્લા પ્રભારીમંત્રી બચુભાઇ ખાબડના અધ્યક્ષપદે રાજપીપલા ખાતે જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ ગઇ. બેઠકમાં સને ૨૦૨૧-૨૨ ના વર્ષ માટેના ગુજરાત પેટર્ન યોજના હેઠળના કુલ રૂ. ૨૪૩૮ લાખ 36 હજાર ના ખર્ચના ૧ હજાર ૩૪૨ જેટલા વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા હતા. બેઠકમાં જિલ્લા કલેક્ટર ડી.એ.શાહ અને અન્ય અમલીકરણ અધિકારીઓએ ભાગ લીધો હતો. અધ્યક્ષ બચુભાઇ ખાબડે તમામ વિકાસ કામોને સમયસર હાથ ધરીને નિયત સમય અવધિમાં પુરા કરવા અનુરોધ કર્યો હતો.
