રાજયમાં કોરોનાનો કેર યથાવત પાટણમાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંકડો 21 પર
Live TV
-
રાજયમાં કોરોનાનો કેર યથાવત છે. પાટણમાં સરસ્વતી તાલુકાના ભીલવણ ગામની ગર્ભવતી યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. યુવતી કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી ધરાવતી. પાટણમાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંકડો આ સાથે 21 પર પહોંચ્યો છે. તો વડોદરા શહેરમાં અત્યાર સુધીમા ,3675 લોકોના સેમ્પલ ચકાસવામાં આવ્યા હતા, જેમાંથી 305 સેમ્પલ પોઝીટીવ આવ્યા છે. જ્યારે 3264 સેમ્પલ નેગેટિવ આવ્યા છે. ગઈકાલે ,300 જેટલા સેમ્પલની ચકાસણી દરમિયાન ,વધુ 22 સેમ્પલ પોઝિટિવ આવ્યા હતા. નવા તમામ પોઝીટીવ કેસમાં ,ગુલશન એપાર્ટમેન્ટ, ડબી ફળીયા, નાગરવાડા, મરાઠી મહોલ્લા, વાસણા રોડ, કારેલીબાગ, વાઘોડીયા રોડ, પાણીગેટ ,મોગલવાડા, કમલાનગર, ચાંદ બેકરીની ગલી, કપ્તાન ફળીયા, નવાબઝાર,અકબરી મહોલ્લાના રહીશો છે. ગુરુવારે ગોત્રી હોસ્પિટલમાં પાદરાનાં 36 વર્ષીય યુવક તેમજ સયાજી હોસ્પિટલમાં, 45 વર્ષીય પુરુષનું સારવાર દરમિયાન ,મોત નીપજ્યું હતું. જિલ્લામાં 2 અને શહેરમાં ,19 મોત સાથે કોરોના સંક્રમણ ને કારણે ,વડોદરામાં મોતનો આંકડો 21 પર પહોંચ્યો છે. ગઈ કાલે કુલ 13 દર્દીઓના બે વાર લેવાયેલ રિપોર્ટ નેગેટીવ આવતા રજા આપવામાં આવી હતી. વડોદરામાં ,કુલ 112 લોકો સાજા થઇ ને ઘરે પરત ફર્યા છે. હાલ ત્રણે હોસ્પિટલો થઈને, કુલ 172, દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી ,161 સ્ટેબલ છે ,જ્યારે 8 દર્દીઓ ઓક્સિજન પર છે ,અને 3 દર્દીઓ વેન્ટિલેટર પર છે. કોરોનાનાં સંક્રમિતોનાં સંપર્કમાં આવેલા, 719 લોકોને હોમ કવોરંટાઈન કરવામાં આવ્યા છે. તો ધોરાજી ખાતે કોરોના કેર સેન્ટરમાં ૧૫ સેમ્પલ લેવાયા હતા. તમામ 15 દર્દીઓના સેમ્પલ નેગેટિવ આવ્યા હતા. તો ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળનાં બે અને સુત્રાપાડા તાલુકાનાં વાવડી ગામનાં એક એમ કુલ 3 વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થયા હતા.આ ત્રણેય વ્યક્તિ સારવારના અંતે કોરોનાં મુક્ત થઈ સ્વસ્થ થયા છે.
