ભાવનગર માર્કેટિંગ યાર્ડ અચોક્કસ મુદત માટે બંધ રાખવાનો નિર્ણય
Live TV
-
સોશિયલ ડિસ્ટન્સિંગનું ન થતા યાર્ડ બંધ રાખવાનો નિર્ણય લેતા સંચાલકો
ભાવનગરના ચિત્રા ખાતેના મહારાજા કૃષ્ણકુમારસિંહજી માર્કેટિંગ યાર્ડ માં આગામી તા.3.4.20 થી શાકભાજી અને ફળોની હરાજી તથા વેચાણ ને અચોક્કસ મુદત માટે બંધ કરવાનો યાર્ડ સંચાલકો એ કર્યો નિર્ણય.આ યાર્ડમાં શાકભાજી અને ફળો ની હરાજી અને વેચાણ સમયે 4 થી 5 હજાર માણસો ની અવરજવર થતી હોય જેથી સોશિયલ ડિસ્ટન્સનું પાલન થતું ન હોય અને અહીં ક્વોરન્ટાઇન કરવામાં આવેલા લોકો પણ આવતા જતા હોવાની પુરી શક્યતા જેથી માર્કેટિંગ યાર્ડ ના સંચાલકો દ્વારા યાર્ડ ને બંધ કરવાનો નિર્ણય કરતો પરિપત્ર બહાર પાડ્યો છે.
