લોકડાઉનનો ચુસ્ત અમલ થઈ રહ્યો છે, લોકો ઘરે રહીને સહકાર આપે - DGP
Live TV
-
જે પોલીસ કર્મીઓ સંક્રમીત થયા હતા તેમાંથી કેટલાક જવાનો જરૂરી તબીબી સારવારથી કોરોનાને હરાવી સ્વસ્થ બનીને તાત્કાલિક પુન: ફરજ ઉપર હાજર થઈ પોતાની ફરજ પ્રત્યેની કટિબદ્ધતા દર્શાવી સૌ માટે પ્રેરણારૂપ બન્યા છે
"રાજ્ય પોલીસ વડા ,શિવાનંદ ઝા એ જણાવ્યુ, કે ,ગુજરાત માં, કોરોના ના સંક્રમણને રોકવા માટે, લોક ડાઉન એકમાત્ર ઉપાય છે, ત્યારે લોકો ઘર માં રહી ને ,સહકાર આપે ,તો જ લોક ડાઉન નો, અમલ થઇ શકશે. તેમણે વધુ માં જણાવ્યું હતું ,કે, જો કે હજુ પણ ,રાત્રે કે સવારે લોકો બહાર ફરતા હોય છે ,ત્યારે આવા લોકો ને, ફરતા રોકવા માટે ,પોલીસ કામગીરી કરી રહી છે. વધુ માં ,તેમણે ઉમેર્યુ હતુ ,કે ,જાગૃત નાગરિકો ,પોલીસ કંટ્રોલ રૂમ ,કે, ૧૦૦ નંબર પર ફોન કરી ને ,માહિતી આપે, તો પોલીસ દ્વારા ,આવા લોકો સામે ,કાર્યવાહી કરવાની કામગીરી માં ,વધુ ઝડપ આવશે. લોકડાઉનના કડક અમલ માટે પોલીસદળની સાથે જીઆરડી, હોમગાર્ડસ જવાનો, એનસીસી કેડેટ્સ, એનએસએસના સ્વયંસેવકો તથા આરટીઓ અને વનવિભાગના અધિકારી-કર્મચારીઓ ખંતભેર ફરજ બજાવી રહ્યા છે તેનો ઉલ્લેખ કરી કોરોના સંક્રમણથી લોકોને બચાવવાના આ પ્રયાસોને સફળ બનાવવા નાગરિકોનો સહયોગ જરૂરી છે તેમ શ્રી ઝાએ જણાવ્યું હતું.
કોરોના સંક્રમણને અટકાવવામાં ફરજ પાલન દરમિયાન જે પોલીસ કર્મીઓ સંક્રમીત થયા હતા તેમાંથી કેટલાક જવાનો જરૂરી તબીબી સારવારથી કોરોનાને હરાવી સ્વસ્થ બનીને તાત્કાલિક પુન: ફરજ ઉપર હાજર થઈ પોતાની ફરજ પ્રત્યેની કટિબદ્ધતા દર્શાવી સૌ માટે પ્રેરણારૂપ બન્યા છે તેમ શિવાનંદ ઝાએ જણાવ્યું હતું.
તેમણે ઉમેર્યુ હતુ કે લૉકડાઉન દરમિયાન જાહેર સ્થળોએ ભીડ થતી હોય અને સોશિયલ ડિસ્ટેન્સિંગનો ભંગ થતો હોય તેવા બનાવોની ૧૦૦ નંબર કે પોલીસ કંટ્રોલરૂમને જાણ થતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ગઈકાલે ૧૦૦ નંબર પર મળેલા કોલને આધારે રાજ્યમાં ૮૨ ગુના દાખલ કરાયા છે.
લૉકડાઉન દરમિયાન પોલીસ સહિતના કોરોના વોરિયર્સ ઉપર થતાં હુમલાઓને રાજ્યસરકાર અતિગંભીરતાથી લઈ આવા તત્વો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે એમ જણાવી શ્રી ઝાએ આ અંગેની વિગતો આપતા કહ્યું કે, સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર ખાતે તા. ૨૮ માર્ચના રોજ પોલીસ કર્મી ઉપર થયેલા હુમલા સંદર્ભે એક આરોપી સામે, મોરબી જિલ્લાના હળવદ ખાતે તા.૧૯ એપ્રિલના રોજ પોલીસા ફરજમાં અવરોધ ઉભો કરી પોલીસ ઉપર થયેલા હુમલા સંદર્ભે એક આરોપી સામે ગુનો નોંધી તેની સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરીને જેલ ભેગા કરી દેવાયા છે.લોકડાઉન બાદ અત્યાર સુધી પોલીસ કર્મી ઉપર થયેલા હુમલા સંદર્ભે ૨૦ ગુના નોંધી ૪૬ હુમલાખોરો સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
શિવાનંદ ઝાએ ઉમેર્યું કે, વિવિધ માધ્યમો દ્વારા જે ગુન્હાઓ ગત રોજથી દાખલ થયા છે; તેમાં ડ્રોનના સર્વેલન્સથી ૨૯૩ ગુનાઓ નોંધાયા છે. આ સર્વેલન્સથી આજદિન સુધીમાં ૧૦,૩૯૧ ગુના દાખલ કરીને ૨૦,૦૪૨ લોકોની અટકાયત કરાઈ છે. જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV નેટવર્ક દ્વારા ૧૧૪ ગુના નોંધીને ૧૪૭ લોકોની અટકાયત કરતાં આજસુધીમાં રાજ્યભરમાંથી ૨,૧૧૯ ગુના નોંધી ૩,૧૬૩ લોકોની અટકાયત કરાઈ છે.
