અમદાવાદ ગ્રામ્યમાં કોવિડ-19ના નવા પાંચ કેસ, બાવળા,ધોળકા,બોપલમાં નવા કેસ
Live TV
-
અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારીએ ટ્વીટર પર આપી જિલ્લાના ગ્રામિણ વિસ્તારોમાં કોરોના સંક્રમણની માહિતી
અમદાવાદમાં કોરોના સંક્રમણનો આંકડો 3 હજારને પાર પહોચી ગયો છે.ત્યારે હવે અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાનું સંક્રમણ વધતુ જઈ રહ્યુ છે.. અમદાવાદના જિલ્લા વિકાસ અધિકારી અરૂણ મહેશ બાબુએ સત્તાવાર ટ્વીટર પેજ પર માહિતી શેર કરી છે..જે મુજબ અમદાવાદ ગ્રામ્યમાં નવા પાંચ કેસ સામે આવ્યા છે..જેમાં કઠવાડા, ધોળકા,બાવળા,ગત્રાડ અને બોપલનો સમાવેશ થાય છે..આ તમામ વિસ્તારોમાં કોરોનાના નવા 1-1 કેસ સામે આવ્યા છે..ડીડીઓએ આપેલી માહિતી મુજબ અમદાવાદ ગ્રામ્યમાં અત્યાર સુધીમાં કુલ 42 કેસ નોંધાયા છે..જેમાં 13 દર્દીઓ સ્વસ્થ થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે..અને 29 દર્દીઓ હજુ સારવાર હેઠળ છે..જે કેસ સામે આવી રહ્યા છે તેમાં દસ્ક્રોઈ, બાવળા, બોપલ, બારેજા, સાણંદ,કઠવાડા અને ધોળકાથી સામે આવી રહ્યા છે..
બોપલ-ઘુમા નગરપાલિકાના પ્રમુખ જીગીશાબેન શાહે આપેલી માહિત પ્રમાણે બોપલ વિસ્તારમાં હાલમાં કુલ 7 એક્ટિવ કેસ છે..ત્રણ કેસ બોપલના કદંબ ફ્લેટ વિસ્તારમાંથી સામે આવ્યા છે..જ્યારે ગતરાત્રે 1 કેસ ઈસ્કોન પ્લેટિનિયમમાંથી સામે આવ્યો છે..અગાઉ ત્રણ દર્દીઓ સ્વસ્થ થઈ જતા રજા મળી ગઈ હતી..આજે પણ બોપલના કેટલાક વિસ્તારોમાં સેમ્પલ લેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે..
બોપલમાં કોરોના 7 કેસ અને વિસ્તાર
3 કેસ - પ્રશસ્તિ હોમ, સ્વામિનારાયણ મંદિર પાસે, બોપલ
3 કેસ - કદમ્બ ફ્લેટ, સ્વામિનારાયણ મંદિર સામે, બોપલ
1 કેસ - ઈસ્કોન પ્લેટિનિયમ, વકીલ સાહેબ બ્રિજ, બોપલ
