Skip to main content
Settings Settings for Dark

જામનગરનો ગ્રીન ઝોનમાં સમાવેશ, જિલ્લા કલેક્ટર દ્વારા જાહેરનામુ પ્રસિદ્ધ

Live TV

X
  • જામનગરના જિલ્લા કલેકટર દ્વારા આજે આ અંગેનું વિસ્તૃત જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. ત્રણ પાનાના એક જાહેરનામા મા કોરોન્ટાઈન કરાયેલા દરેડ વિસ્તારને મુક્ત કરવામાં આવ્યો છે. તેવી જાહેરાત કરવામાં આવી છે.

    જામનગર જિલ્લાને કેન્દ્ર સરકાર દ્વારા ઓરેન્જ ઝોનમાં રખાયો હતો. પરંતુ રવિવારે જામનગર જિલ્લાને ઓરેન્જ ઝૉનમાંથી મુક્ત કરી ગ્રીન ઝોનમાં સમાવેશ કરી લેવામાં આવ્યો છે. જે અંગેનું જિલ્લા કલેકટરનું નવ પેજ નું જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. જેથી જામનગર જિલ્લામાં કેટલીક નવી છૂટછાટો જાહેર થઇ છે.જામનગર નજીક દરેડ વિસ્તારમાં 14 મહિના ના બાળક નું કોરોનાવાયરસ ના સંક્રમણના કારણે મૃત્યુ થયા પછી દરેડ વિસ્તારને સીલ કરાયો હતો. અને જામનગર જિલ્લાને પણ ઓરેન્જ ઝોન માં મુકવામાં આવ્યો હતો. પરંતુ તેને 21 દિવસ નો સમયગાળો પૂર્ણ થઈ ગયા પછી અને બીજો કોરોનાવાયરસ નો એક પણ પોઝિટિવ કેસ ન આવ્યો હોવાથી રવિવારે જામનગર જિલ્લાને ઓરેન્જ ઝોન માંથી મુક્ત કરાયો છે. અને ગ્રીન ઝોનમાં સમાવેશ કરી લેવાયો છે.જામનગરના જિલ્લા કલેકટર દ્વારા આજે આ અંગેનું વિસ્તૃત જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. ત્રણ પાનાના એક જાહેરનામા મા કોરોન્ટાઈન કરાયેલા દરેડ વિસ્તારને મુક્ત કરવામાં આવ્યો છે. તેવી જાહેરાત કરવામાં આવી છે. જ્યારે બીજું નવું જાહેરનામું પ્રસિદ્ધ કરી જામનગર જિલ્લાને ગ્રીન ઝોનમાં સામેલ કરવા અંગેની જાહેરાત પણ કરવામાં આવી છે. નવા જાહેરનામાના નિયમો અનુસાર જામનગર શહેર અને જિલ્લામાં આવશ્યક ચીજવસ્તુ ની દુકાન વગેરે સવારે 7 વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી ખુલી રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે. જ્યારે સાંજે સાત વાગ્યાથી વહેલી સવારે સાત વાગ્યા સુધી લોકોની અવર-જવર માટે પ્રતિબંધ ફરમાવ્યો છે. માત્ર આવશ્યક સુવિધાઓ વગેરે ચાલુ રહેશે. ઉપરાંત 10 વર્ષથી નીચેના બાળકો અને 65 વર્ષથી ઉપરના વૃદ્ધોને પણ બહાર નીકળવા માટેનો પ્રતિબંધ ફરમાવ્યો છે.

    જામનગરમાં કઈ કઈ છુટછાટ મળી?

     

    • સાંજના 7થી સવારના 7 વાગ્યા સુધી અવર જવર પર પ્રતિબંધ 
    • કોમ્પ્લેક્ષમાં દુકાનો ખોલવાની પણ મંજૂરી
    • ચાની હોટલો અને પાનના ગલ્લા પણ બંધ રહેશે
    • દુકાનો-ઓફિસો સવારે 10થી સાંજના 7 સુધી ખુલ્લી રહેશે
    • જીવન જરૂરિયાતના વેપાર-ધંધા સવારના 7 થી સાંજના 7 વાગ્યા સુધી ખુલ્લા રહેશે
    • જામનગરમાં દરેડ કન્ટેઇનમેન્ટ વિસ્તારને પણ મુક્તિ અપાઇ
    • જામનગર શહેરી વિસ્તારમાં આજથી(સોમવાર) તમામ ઉધોગો ધમધમશે
       

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply