Skip to main content
Settings Settings for Dark

લોકડાઉનમાં અમદાવાદમાં પ્રદૂષણનું સ્તર વિક્રમી ઘટયું : AQI હવે 85થી 90ની આસપાસ

Live TV

X
  • અમદાવાદમાં લોકડાઉન દરમિયાન વાયુ પ્રદુષણમાં તીવ્ર ઘટાડો. એપ્રિલ 2019ના AQI, જે વાયુની ગુણવત્તાનું સૂચકાંક છે, તેની સરખામણીમાં એપ્રિલ 2020ના AQI માં ઘટાડો સાફ જોઇ શકાય છે.

    અમદાવાદમાં સામાન્ય રીતે પ્રદૂષણનું સ્તર ચિંતાજનક સપાટીએ પહોંચી જતું હોય છે. પરંતુ કોરોના વાયરસના કેરને પગલે લોકડાઉન જારી કરવામાં આવ્યું ત્યારથી પ્રદૂષણના સ્તરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે.અમદાવાદમાં એર ક્વોલિટી ઈન્ડેક્ષ (એક્યુઆઇ)નું સ્તર આજે દિવસ દરમિયાન 87ની આસપાસ એટલે કે સંતોષકારક સપાટીએ જોવા મળ્યું હતું.  બરાબર એક વર્ષ અગાઉ આ જ સમયગાળા દરમિયાન અમદાવાદમાં એર ક્વોલિટી ઈન્ડેક્ષ 208 નોધાયો હતો.. એટલુ જ નહી વર્ષ 2019માં 12 એપ્રિલથી 19 એપ્રિલ દરમિયાન એર ક્વાલિટી ઈન્ડેક્ષ 327-342 પર જોવા મળ્યો હતો.જે ખૂબ જ ખરાબ સ્થિતિ ગણી શકાય..પણ વર્ષ 2020ના આ જ સમયગાળા દરમિયાન વિરોધાભાસ પ્રદૂષણનું સ્તર હવે 80 થી ૯0ની આસપાસ જ જોવા મળે છે. 

    પ્રદૂષણની પરિભાષામાં એર ક્વોલિટી ઇન્ડેક્ષ ૦-૫૦ વચ્ચે હોય તો તેને ખૂબ સારૂ, 50થી 100 વચ્ચે હોય તો તેને સારું-સંતોષકારક, ૧૦૦થી ૨૦૦ વચ્ચે હોય તો મધ્યમ, ૨૦૦થી ૩૦૦ વચ્ચે હોય તો કંગાળ, ૩૦૦થી ૪૦૦વચ્ચે હોય તો અત્યંત કંગાળ, ૪૦૦થી ૫૦૦ વચ્ચે હોય તો અત્યંત ચિંતાજનક ગણવામાં આવે છે. અમદાવાદમાં ખાસ કરીને પિરાણામાં પ્રદૂષણનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply