Skip to main content
Settings Settings for Dark

રાજ્યકક્ષાની કરાટે ચેમ્પિયનશીપમાં નડિયાદની દેવાંગી બ્રહ્મભટ્ટે એક સુવર્ણ અને એક રજત ચંદ્રક જીત્યો

Live TV

X
  • ખેડા જિલ્લાનાં નડિયાદ શહેરના સંતરામ મંદિર સંચાલિત સંતરામ ઇંગ્લિશ મિડિયમ શાળાની 8 વર્ષીય બાળકી રાજ્યકક્ષાએ કરાટે ચેમ્પિયનશીપમાં એક ગોલ્ડ તથા એક સિલ્વર મેડલ પ્રાપ્ત કરીને જિલ્લાનું નામ રોશન કર્યું હતું. દેવાંગીએ અમદાવાદ ખાતે આયોજિત રાજ્યકક્ષાની કરાટે ચેમ્પિયનશિપમાં ભાગ  લીધો હતો. તે છેલ્લા 4 મહિનાથી કરાટેની તાલીમ લેતી હતી. આ ટૂંકા ગાળામાં શિસ્તબદ્ધ તાલીમ લઇને તેણે બે મેડલ પ્રાપ્ત કર્યા હતા. દેવાંગીના માતાએ જણાવ્યું હતું કે, થોડા સમય અગાઉ ખેડા જિલ્લાનાં વાલ્લા ગામે કન્યા સુરક્ષા તાલીમ શિબિર યોજાઇ હતી. જેમાં ભાગ લીધા બાદ દેવાંગીએ સ્વબચાવ તાલીમમાં આગળ વધવાની મહેચ્છા વ્યક્ત કરી હતી. આ મેડલ પ્રાપ્ત કર્યા બાદ દેવાંગી રાષ્ટ્રીય કક્ષાએ રમવા માટે જશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply