Skip to main content
Settings Settings for Dark

રાજ્યભરમાં હોળી-ધૂળેટીની રંગેચંગે ઉજવણી કરી, મંદિરોમાં ભગવાનને કેસૂડાનો ફૂલોનો શણગાર કરાયો

Live TV

X
  • રાજ્યમાં આજે ધૂળેટીના પર્વ પર અનેક લોકો ઉમંગના રંગો સાથે રંગાયા હતા. એમાં શહેરની મોટી ક્લબ અને ફાર્મહાઉસમાં પણ રેઇન ડાન્સ અને મ્યુઝિકના કાર્યક્રમનું આયોજન થયુ હતુ જેમાં લોકો ડાન્સ કરી હર્ષો ઉલ્લાસ સાથે રંગેચંગે ઉજવણી કરી હતી. અમદાવાદના કેટલાક ક્લબમાં રેઇન ડાન્સ દરમિયાન યુવક-યુવતીઓ રેઈન ડાન્સ સાથે ડીજેના તાલે ઝૂમ્યાં હતાં. જ્યારે રાજકોટમાં યુવાધન હોળી-ધુળેટીના રંગે રંગાયું હતું. આ ઉપરાંત વોટર પાર્કમાં પણ લોકોએ હોળી - ધુળેટીનો ઉત્સવ હર્ષોલ્લાસ સાથે ઊજવાઈ રહ્યો છે.

    રંગોના તહેવાર ધુળેટીની અમદાવાદમાં આજે ધમાકેદાર ઉજવણી થઈ રહી છે. એમાં પણ યુવાનોમાં સવારથી જ ધુળેટીનો ઉત્સાહ છે. ત્યારે શહેરમાં 150 કરતાં પણ વધુ પાર્ટીઓનું આયોજન કરવામાં આવ્યું છે. ફાર્મહાઉસ અને ક્લબ ખાતે સવારથી સાંજ સુધી રંગોની રમઝટ રહેશે. સિંધુ ભવન રોડ, એસ.જી. હાઈવે સહિતના વિસ્તારોમાં પાર્ટીનાં આયોજન કરાયાં છે. જ્યારે બીજી બાજુ, આજે ધુળેટીને પગલે સાબરમતી રિવરફ્રન્ટના અલગ અલગ બાગ-બગીયા બંધ રાખવામાં આવ્યા છે. રંગો સાથે પાર્ટીઓમાં વોટર ગનનો પણ ઉપયોગ થાય છે. ત્યારે આ વર્ષે વોટર બોમ્બ નવી વરાઇટી આવી છે, જેમાં મોટો ફુગ્ગો હોય અને એમાંથી લોકો પર રંગીન પાણી વરસાદના છાંટાની માફક વરસ્યા કરે. પાર્ટીઓ સિવાય ભાડજના હરેકૃષ્ણ મંદિર, ઇસ્કોન મંદિર, પુષ્ટિ માર્ગીય હવેલીઓ, રાધાકૃષ્ણનાં મંદિરોમાં હોળી મહોત્સવ ઊજવવામાં આવશે. ખાસ કરીને મંદિરોમાં ભગવાનને કેસૂડાનો ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો. તેમજ ઓર્ગેનિક રંગનો જ પ્રયોગ કરવામાં આવ્યો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2025 Max Temp : °C Min Temp : °C
apply