રાજ્યમાં આગામી અઠવાડિયે વરસાદની સંભાવના
Live TV
-
રાજ્યમાં આગામી અઠવાડિયે વરસાદ થાય તેવી સંભાવના હવામાન વિભાગે દર્શાવી છે. રાહત કમિશનરના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપની બેઠકમાં હવામાન વિભાગ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી. હવામાન વિભાગના અઘિકારીએ જણાવ્યુ કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પ્રમાણમાં સારો વરસાદ પડ્યો છે જયારે ૧૧મી જુલાઇ પછી રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના છે. રાહત કમિશનરે જણાવ્યુ કે, રાજયમાં અત્યાર સુઘીમાં ૧૨૨.૯૪ મીમી વરસાદ નોંધાયો છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ ૮૪૦ મી.મીની સરખામણીએ ૧૪.૬૪% છે.
ચાલુ વર્ષે અંદાજીત ૪૦ લાખ ૫૪ હજાર હેક્ટરમાં ખરીફ પાકનું વાવેતર થયું છે. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૪૭.૩૯% વાવેતર થયું છે. સરદાર સરોવર જળાશયમાં કુલ સંગ્રહ શકિતના ૪૧.૮૪% પાણી છે. રાજયના ૨૦૬ જળાશયોમાં કુલ સંગ્રહ શકિતના ૩૬.૮૬% પાણી છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ઉ૫ર કુલ ૩ જળાશય, એલર્ટ ૫ર કુલ ૩ જળાશય તેમજ વોર્નીગ ઉ૫ર કુલ ૫ જળાશય છે. એન.ડી.આર.એફ.ની કુલ ૧૫ ટીમમાંથી ૫ ટીમો ગોઠવવામાં આવી છે. જે પૈકી ૧ વલસાડ, ૧ સુરત, ૧ નવસારી, ૧ રાજકોટ, ૧ ગીર સોમનાથ ખાતે છે જ્યારે ૮ ટીમ વડોદરા અને ૨ ટીમ ગાંઘીનગર ખાતે અનામત રાખવામાં આવી છે.
