રાજ્યમાં કોરોના સામેની જંગમાં નિઃશુલ્ક કીટનું વિતરણ કરી રહ્યા છે 'કોવિડ વિજય રથ'
Live TV
-
રાજ્યના વિવિધ જિલ્લા, તાલુકા, ગામ અને શહેરોમાં માનનીય પ્રધાનમંત્રીના જનઆંદોલનને કેન્દ્રમાં રાખીને જન-જન સુધી કોવિડ વિજય સાથ સાવચેતી, સલામતી અને જાગૃતિના શપથ લેવડાવી રહ્યા છે, સાથે જ સૌનું સ્વાસ્થ્ય સલામત રહે એની કાળજી પણ લઇ રહ્યા છે. રથ લોકોમાં કોરોના જાગૃતિનો સંદેશ, નિ:શુલ્ક દવાઓની કીટનું વિતરણ અને કેન્દ્ર સરકારની વિવિધ પહેલો વિશે માહિતીનો સંચાર કરી રહ્યા છે. છત્રીસમા દિવસે માસ્ક બરાબર રીતે પહેરવો, સાબુથી હાથ વારંવાર ધોવા અને 6 ફુટના સામાજિક અંતરનું પાલન કરવું એ ત્રણ મુખ્ય બાબતો વિશે વારંવાર લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે.
વસંતપુર ગામથી રથે પ્રસ્થાન કર્યું
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના વસંતપુર ગામથી રથે પ્રસ્થાન કર્યું હતું. જામજોધપુરથી ભાણવડ જવાના માર્ગમાં આવતા વસંતપુર ગામ, બાલવા ગામમાં તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના વાનાવડ ગામ, શીવા ગામ, સતીમાં મંદિર, ત્રણપાટીયા, વેરાડ ગામ વગેરે વિસ્તારોમાં ભ્રમણ કર્યું હતું. કલાકારોએ વિવિધ કળા નિદર્શન દ્વારા લોકોને સરકારની વિવિધ પહેલ અંગે માહિતગાર કર્યા અને કોરોના સાવચેતી અંગે જાગૃત કર્યા, તેમજ લોકોને કોરોના જાગૃતિ શપથ પણ લેવડાવ્યા હતા. આ સાથે જ લોકોમાં નિ:શુલ્ક આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓની કીટનું વિતરણ કર્યું. સાંજે 4 વાગે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકા ખાતે રથે રોકાણ કર્યું હતું.
ઈમ્યુનીટી બુસ્ટર દવાઓની કીટનું વિના મૂલ્યે વિતરણ
રથે નવસારી જિલ્લાના નવસારી તાલુકાથી પ્રસ્થાન કર્યું હતું. જિલ્લા પંચાયતના C.D.H.O. ડૉ. ભાવસારે રથને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. સમગ્ર દિવસ દરમિયાન રથે નવસારી તાલુકા દસેરા ટેકરી, મુનસાડ ગામ, અંબાડા ગામ વગેરે ગામોના લોકો સુધી કોરોના જાગૃતિ અંગેનો સંદેશ પહોંચાડ્યો હતો અને શક્ય તમામ સ્થાનિકોને કોરોના જાગૃતિ શપથ લેવડાવ્યા હતા. રથ પર સવાર કલાકારો આયુર્વેદિક સંશમની દવા અને હોમિયોપેથીક ઈમ્યુનીટી બુસ્ટર દવાઓની કીટનું વિના મૂલ્યે વિતરણ કર્યું હતું.
નાગરિકો પાસે કોવિડ જાગૃતિ શપથ લેવડાવ્યા
ગીર સોમનાથના વેરાવળ તાલુકાના તાલુકા હેલ્થ ઓફિસર શ્રી અવધેશભાઈ ચૌધરીએ લીલી ઝંડી આપી રથને પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે તાલુકા સુપરવાઈઝર નાથાભાઈ કરમટા, ઈનચાર્જ સીવીલ જસુબેન રાઠોડ, નગરપાલિકાના સદસ્ય શ્રી હનીફભાઇ બાગડા અને અન્ય સૌ ઉપસ્થિત લોકોએ કોરોના મહામારી સામેના જનઆંદોલનને સમર્થન આપ્યું તેમજ સૌ કોઈએ કોરોના સામે લડવા અને સાવચેત રહેવા માટે પ્રતિજ્ઞા લીધી. સમગ્ર દિવસ દરમિયાન રથ પર સવાર કલાકારોએ તમામ નાગરિકો પાસે કોવિડ જાગૃતિ શપથ લેવડાવ્યા હતા. આજે છત્રીસમા દિવસે રથે વેરાવળના જુદા જુદા વિસ્તારો જેવા કે ટાવરચોક, મફતીયા પરા, બંદરગા, મામલતદાર કચેરી પાસે, ભાલકા પોલીસ સ્ટેશન, ભાલકા તીર્થ ધામ, વગેરે વિસ્તારમાં ભ્રમણ કર્યું હતું. દિવસના અંતે સાંજે 4 વાગે વેરાવળમાં રોકાણ કર્યું હતું. રથ પર સવાર કલાકારોએ સ્થાનિકોમાં આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓનું તેમજ માસ્કનું નિઃશુલ્ક વિતરણ કર્યું હતું.
બાળકોમાં રસીકરણના મહત્વ વિશે જાગૃતિ સંદેશ પહોંચાડ્યો
છોટાઉદેપુર જિલ્લામાં કવાંટ તાલુકાના મોટી સાંકળ ગામથી રથે પ્રસ્થાન કર્યું હતું. મોટી સાંકળ ગામના સરપંચ લલ્લુભાઈ રાઠવા તથા મહિલા આગેવાન સાવલી બેન રાઠવાએ રથને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. સમગ્ર દિવસ દરમિયાન રથે મોટી સાંકળ પ્રાથમિક શાળા તેમજ નસવાડી જિલ્લાના ગામ વઘાચ ગામ, કંડવા ગામ, સોઢલિયાં ગામ, જામ્બા ગામ વગેરે વિસ્તારોમાં ભ્રમણ કરીને કોરોના અંગે, પોષણના મહત્વ વિશે તેમજ પાંચ વર્ષ સુધીના બાળકોમાં રસીકરણના મહત્વ વિશે જાગૃતિ સંદેશ પહોંચાડ્યો હતો તેમજ સ્થાનિકોમાં આયુર્વેદિક અને હોમિયોપેથીક દવાઓની કીટનું નિઃશુલ્ક વિતરણ કર્યું હતું. આ ઉપરાંત રથ પર સવાર કલાકારોએ સમગ્ર દિવસ દરમિયાન સ્થાનિકોને કોરોના જાગૃતિના શપથ લેવડાવ્યા હતા.
ગામોના લોકો સુધી કોરોના જાગૃતિ
છત્રીસમા દિવસે કોવિડ વિજય રાથે અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના બુતાલ ગામ, વડગામ, નવલપુર, વગેરે ગામોના લોકો સુધી કોરોના જાગૃતિ અંગેનો સંદેશ પહોંચાડ્યો હતો અને શક્ય તમામ સ્થાનિકોને કોરોના જાગૃતિ શપથ લેવડાવ્યા હતા. રથ પર સવાર કલાકારો આયુર્વેદિક સંશમની દવા અને હોમિયોપેથીક ઈમ્યુનીટી બુસ્ટર દવાઓની કીટનું વિના મૂલ્યે વિતરણ કર્યું હતું.
