ઇન્ટરનેશનલ ડે ઓફ ધ ગર્લ ચાઈલ્ડ નિમિત્તે સાબરમતી રીવરફન્ટ પર અનોખો કાર્યક્રમ યોજાયો
Live TV
-
ધોરણ ૧૦ અને ૧૨ માં સફળતા હાંસલ કરનાઅર દીકરીઓનું સન્માન કરવામાં આવ્યું
બેટી બચાઓ બેટી પઢાઓ સેલ , જિલ્લા વહીવટીતંત્ર , અમદાવાદ દ્વારા ઇન્ટરનેશનલ ડે ઓફ ધ ગર્લ ચાઈલ્ડ દિવસ નિમિત્તે ઇવેન્ટ સેન્ટર સાબરમતી રીવરફન્ટ અમદાવાદ ખાતે મારી દીકરી મારું ગૌરવ કાર્યક્રમ યોજી અનોખી રીતે આ ઉજવણી કરવામાં આવી હતી.
અમદાવાદ શહેરની સ્વચ્છ્તા અને સ્વસ્થતાનું સતત ધ્યાન રાખનાર ૨૦૦ સફાઈકર્મીઓએ ઉત્સાહભેર ભાગ લઇને ‘’બેટી બચાઓ બેટી પઢાઓ’’ના લોગો સાથેની કેપ અને પ્લેકાર્ડ સાથેના અંગ્રેજી ટૂંકા અક્ષરોમાં BBBP ની અનોખી આકૃતિ રચીને સમાજમાં બેટી બચાઓ બેટી પઢાઓનો સંદેશ પ્રસ્તુત કર્યો હતો.સાથોસાથ ૨૦૦ કિલો રંગોનો ઉપયોગ કરીને ‘’બેટી બચાઓ બેટી પઢાઓ’’ લોગોની સુંદર રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની હતી. કાર્યક્રમના પ્રારંભે BBBP સેલના પ્રીતિબેન મોદીએ સ્વાગત પ્રવચન કરી સૌને આવકાર્યા હતા. અમદાવાદ જિલ્લામાં ધો .૧૦ અને ૧૨ માં ઉચ્ચ પરિણામ મેળવી સફળતાની કેડી કંડારનાર દીકરીઓને સ્મૃતિચિહ્નથી સન્માનવામાં આવી હતી. આ દીકરીઓએ ઉપસ્થિત લોકો સમક્ષ પોતાની સાફલ્યગાથા અને વિચારો પોતાના શબ્દોમાં રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં ગુજરાતના ખ્યાતનામ ગાયક કલાકારો ડિંપલ પંચોલી અને ભૂમિક શાહે ઉપસ્થિત રહીને દીકરીઓને પ્રોત્સાહિત કરી હતી . નાનકડી દીકરી સ્વરા કાછડિયાએ બેટી બચાઓ બેટી પઢાઓની પ્રતિજ્ઞા ઉપસ્થિત સૌ કોઇને લેવડાવી હતી. આ કાર્યક્રમમાં મહિલા અને બાળ અધિકારી એઝાઝ મનસૂરી , દહેજ પ્રતિબંધક અધિકારી નિલેશ્વરીબા ગોહિલ , મહિલા કલ્યાણ અધિકારી નરેશભાઈ રાઠોડ , કોર્ડિનેટર જીતેશભાઈ અને કોર્ડિનેટર ધર્મેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા .
