Skip to main content
Settings Settings for Dark

જનસંવાદ : આણંદના સાંસદ મિતેષભાઈ પટેલે જનતાના પ્રશ્નોને સાંભળ્યા

Live TV

X
  • જિલ્લાના નાગરિકોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ માટે પ્રયાસ

    આણંદ જિલ્લાના નાગરિકો સાથે સતત સંપર્કમાં રહેતા અને નાગરિકોની સેવા માટે હરહંમેશ તત્પર એવા સાંસદ મિતેષભાઈ પટેલ દર અઠવાડિયાના ગુરુવારે જનસંવાદ થકી જિલ્લાના લોકોને સાંભળે છે..ગુરૂવારે આણંદ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સાંસદ મિતેષભાઈએ જિલ્લાના વિવિધ ખૂણેથી રજૂઆત કરવા આવેલા લોકોને સાંભળ્યા હતા..લોકોએ સાંસદ સમક્ષ પોતાના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી..ત્યારે મિતેષભાઈએ તમામ નાગરિકોની તકલીફો સાંભળી ઝડપી નિરાકરણ આવે તે દિશામાં પ્રયાસ શરુ કરવાની ખાતરી આપી છે..સાંસદ મિતેષભાઈએ જણાવ્યુ હતુ કે કોઈ પણ વ્યક્તિ મને ગમે ત્યારે મળી શકે છે..કોઈ પણ રજૂઆત હોય તેની યથાયોગ્ય નિરાકરણ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે..આવી રજૂઆત પીવાના પાણી, ગટર કે વીજળી કે રસ્તા સહિતની હોય છે..આશરે 250થી વધુ લોકોની વિવિધ રજૂઆતોનો યોગ્ય નિકાલ કરી આપવાની ખાતરી આપી છે..રજૂઆત કરવા આવેલા લોકોએ સાંસદની નિખાલસતા અને સરળતાના ખૂબ વખાણ કર્યા હતા.

    આણંદ જિલ્લાના સોજીત્રા તાલુકાના બાલીન્ટા મુકામે વૈભવીબેન જેશંગભાઈ સોલંકીનું ડેપ્થેરીયા ની બિમારીથી આકસ્મિક નિધન થયું. ત્યારે આણંદ લોકસભાના સાંસદ મિતેષભાઈ પટેલે તેમના પરિવારજનો ની મુલાકાત કરી સાંત્વના આપી...ઉપરાંત સોજીત્રા તાલુકાના કાસોર ગામ ખાતે ખાટલા બેઠક યોજાઈ તેમાં ખેડૂતોને કૃષિ સુધારા બિલ ૨૦૨૦ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી..જેમાં ગુજરાત પ્રદેશ કિસાન મોરચા ના ઉપાધ્યક્ષ , આણંદ જિલ્લા ભાજપ મહામંત્રી છત્રસિંહ જાદવ, આણંદ જિલ્લા કિસાન મોરચા ના અધ્યક્ષ દેવાંગભાઈ શાહ, સોજીત્રા તાલુકા પ્રમુખ ભાસ્કરભાઈ ગોહિલ તથા મહામંત્રીઓ, સરપંચ તથા અગ્રણી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.ઐતિહાસિક કૃષિ સુધારા બિલ ૨૦૨૦ અનુસંધાને જનજાગરણ અભિયાન અંતર્ગત રવિવારે આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ભાદરનીયા અને વાછીયેલ ગામ ખાતે ખાટલા બેઠક યોજાઈ.. જેમાં આણંદ લોકસભા ના સાંસદ મિતેષભાઈ પટેલે ખેડૂતોને કૃષિ સુધારા બિલ ૨૦૨૦ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply