Skip to main content
Settings Settings for Dark

ગરીબ મહિલાઓની આશાનું કિરણ " દિવ્યાંગ દિપાલી "

Live TV

X
  • અમરેલીનાં સાવરકુંડલાની 35 વર્ષીય દિવ્યાંગ દિપાલી ગરીબ મહિલાઓને રોજગારી બક્ષી રહી છે.અમદાવાદની એક સંસ્થાની મદદથી ચીજવસ્તુઓ મંગાવી સ્થાનિક મહિલાઓ થકી વેચાણ કરાવી દિપાલીએ ગરીબ મહિલાઓને સ્વનિર્ભર બનાવી છે.

    દિવ્યાંગ દિપાલી નાનપણથી જ સંપૂર્ણ પથારીવશ છે.દિપાલી ભલે પથારીવશ છે પણ તેનું મન ચેતનવંતુ છે.દિપાલીએ ગરીબ મહિલાઓને હતાશામાંથી ઉભી કરી કામે લગાડી છે.અમદાવાદની એક સંસ્થા મારફતે દિપાલીએ પોતાનાં માદરેવતન સાવરકુંડલામાં વિવિધ ચીજવસ્તૂઓ મંગાવી..સ્થાનિક મહિલાઓને આ દૈનિક જરૂરિયાતની ચીજવસ્તૂઓ વેચાણ માટે આપી.જેનાથી ગરીબ મહિલાઓને રોજગારી મળી છે અને તેમની આર્થિક હાડમારીઓનો અંત આવ્યો છે.દિપાલીનાં આ કાર્યમાં તેના પતિ અને તેની નાની બહેન પણ તેને સહકાર આપી રહી છે.દિપાલીએ સાબિત કરી દીધુ છે કે જીવનમાં ગમે તેવી વિકટ સ્થિતીમાં પણ મક્કમ મનનો માનવી હારતો નથી.અને તેની હિંમત અને સકારાત્મક દ્નષ્ટીકોણ સમાજ માટે પણ પ્રેરણાદાયી બને છે.પરિસ્થિતીઓ પર રોવા કરતા કામ કરવું એ જ સમસ્યાનું સમાધાન છે એમ દિવ્યાંગ દિપાલીએ સાબિત કરી દીધુ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply