Skip to main content
Settings Settings for Dark

રાજપીપળા ખાતે રકતદાન કેમ્પનું આયોજન કરાયું

Live TV

X
  • રાજપીપળા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ખાતે રકતદાન કેમ્પ યોજાયો હતો. જેમાં નાંદોદ, ગરૂડેશ્વર, અને તિલકવાડાના 50થી વધુ શિક્ષક કર્મચારીઓએ ભાગ લઇ રકતદાન કર્યું હતું. તાજેતરમાં કોરોનાની સ્થિતિમાં જરૂરિયાતવાળા દર્દીઓને મુશ્કેલીથી લોહી મળે છે.

    નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારના જરૂરીયાત મંદ લોકોને સમયસર લોહી મળી રહે તેવા ઉમદા હેતુથી આ રકતદાન શિબિર યોજવામાં આવી હતી. નાંદોદ તાલુકાના લીમટવાડાના CRC કો-ઓર્ડીનેટર અને રક્તદાતા વાસુદેવભાઇ રાઠવાએ પોતાનો પ્રતિભાવ આપતા જણાવ્યુ હતુ , કે અંતરિયાળ અને પહાડી વિસ્તારોમાં રહેલા જરૂરીયાતમંદ લોકોને આ રકતદાન ખૂબ જ ઉપયોગી બની રહે છે. અમે સ્વૈચ્છિક રીતે રક્તદાન કર્યું છે, જેનાથી અમે આનંદ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply