Skip to main content
Settings Settings for Dark

પાલનપુરઃ 11 વર્ષનો બાળક કલાકાર ગાયકીના કારણે સોશિયલ મીડિયામાં છવાયો

Live TV

X
  • પાલનપુર તાલુકાના મડાણા ગામનો 11 વર્ષનો બાળ કલાકાર તેની સુરીલા ગાયકીને કારણે સોશિયલ મીડિયામાં છવાયો છે. ધો. 4 માં અભ્યાસ કરતો જીગર ઠાકોર આટલી નાની ઉમરમાં રાગ અને સુર તાલ સાથે ગુજરાતી લોકગીતો, ભજનો તેમજ હિન્દી ગીતો ગાઈને લોકોના મન મોહી રહ્યો છે.

    અનોખી સ્ટાઇલમાં દુહા-છંદ ગાવાની તેની છટા લોકોને ખુશ કરે છે. તે ગીત ગાવાની સાથે સાથે સંગીતના સાધનો પણ વગાડે છે અને અભિનય પણ સરસ કરે છે. જીગર ઠાકોરના પિતા સોરાબજી ઠાકોરને ગાવાનો ખુબજ શોખ હતો.

    તેમને પણ મોટા સિંગર થવાના સપના હતા. પરંતુ એક માર્ગ અકસ્માતમાં તેમને ગંભીર ઈજાઓ થતાં તેમનું સપનું રગદોળાઇ ગયું હતું. સુરીલા અવાજમાં ગાતા આ બાળકના જિલ્લાના અનેક લોકો ચાહક બની ગયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply