Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ગુરુ રવિદાસ જયંતિની તમામ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી

Live TV

X
  • આજે ગુરુ રવિદાસ જયંતિ છે. જે માઘ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. જેમાં ભક્તો ધાર્મિક વિધિ કરવા માટે નદીમાં પવિત્ર ડૂબકી લગાવે છે. જ્ઞાતિવાદ સામેના તેમના કાર્યને કારણે તેઓ આધ્યાત્મિક માણસ તરીકે અને સમાજ સુધારક તરીકે પણ જાણીતા છે. તેઓ સંત કબીરના સમકાલીન હતા.

    રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તમામ દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી છે. અને કહ્યું કે, શ્રમને ભગવાન માનનારા સંત રવિદાસે સર્વના ઉત્કર્ષ અને જાતિ-ધર્મના ભેદભાવથી મુક્ત સમતાવાદી સમાજની કલ્પના કરી હતી. મારી ઈચ્છા છે કે તમામ દેશવાસીઓ તેમના જીવનમાં સામાજિક સમરસતાના ઉપદેશોને આત્મસાત કરે. 

    તથા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંત રવિદાસજીને તેમની જન્મજયંતિ પર તેમના ન્યાયી, સુમેળભર્યા અને સમૃદ્ધ સમાજ માટેના સંકલ્પને પુનરોચ્ચાર કરતા વંદન કરી દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
apply