લાભ પાંચમઃ રજાઓ બાદ બજારો ફરીથી ધમધમતા થયા
Live TV
-
દિવાળીના નવા વર્ષની રજાઓ બાદ આજથી રાજ્યમાં ફરીથી બજારો ધમધમતા થયા છે. લાભ પાંચમ ઓ વણજોયું મૂર્હુત ગણાય છે,
તેથી આજના શુભ મુર્હતમાં વેપારીઓએ પૂજા કરી પોતાના ધંધાની શરૂઆત કરી હતી. આજે જૈન ઉપાશ્રયોમાં પણ ઉપકરણોની પૂજા થઈ હતી અને તેનું પ્રદર્શન પણ કરાયું હતું. આજે કારતક સુદ પાંચમ એટલે કે લાભ પાંચમ. લાભ પાંચમને જ્ઞાન પંચમી કે પાંડવ પંચમી તરીકે પણ ઓળખવામાં આવે છે. નવા વર્ષે દિપોત્સવી પર્વની રજાઓ બાદ, આજથી વેપાર-બજારો ફરીથી ધમધમી ઉઠશે.
આજે શુભ મુર્હતમાં વેપારીઓ પૂજન કરી નવા વર્ષના વેપાર-ધંધાની શરૂઆત કરશે. જૈન ધર્મમાં આજના દિવસને જ્ઞાન પંચમી તરીકે ઉજવવામાં આવે છે. જૈન ઉપાશ્રયોમાં આજે જ્ઞાન ઉપકરણોનું પ્રદર્શન-પૂજા કરાય છે. ગ્રંથોનું વાંચન કરાય છે. ઉપાશ્રયોમાં ગ્રંથોનું અને જ્ઞાન ઉપકરણોનું પ્રદર્શન પણ યોજાય છે.
અમદાવાદ શહેરમાં નારણપુરા જૈન સંઘ ખાતે ધર્મ ગ્રંથો અને જ્ઞાનનીદેવી સરસ્વતીની પણ પૂજા-અર્ચન કરવામાં આવ્યા હતા. જ્ઞાન પંચમીના દિવસે જૈન ધર્મના સંઘોમાં સાધુ-ભગવંતોના જ્ઞાનસભર પ્રવચનો યોજવામાં આવે છે. ધર્મ શાસ્ત્રની પ્રાચીન હસ્તપ્રતો, ગ્રંથો અને દુર્લભ મૂર્તિઓની પણ પરંપરાગત રીતે પૂજાવિધી કરવામાં આવે છે. જાહેર જનતા અને જૈન ધર્મના અનુયાયીઓ આ દુર્લભ પ્રાચીન મૂર્તિઓ, કલ્પસૂત્રો, હસ્ત પ્રતો, અને અન્ય તેમની ધર્મ સબંધી સામગ્રીનાં પણ દર્શન કરી શકે તે માટે આ જ્ઞાન સામગ્રીને પૂજાવિધી સાથે પ્રદર્શિન કરવામાં આવે છે. તેમ જૈન ધર્મનાં ભદ્રેશ શાહે જણાવ્યું હતું.
