આણંદના સારસા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો
Live TV
-
કલેક્ટર દિલીપ રાણાના હસ્તે સ્થળ પર લાભાર્થીઓને સહાયનું વિતરણ
આણંદ જિલ્લાના સારસા ગામ ખાતે પ્રાથમિક કન્યા શાળા ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં કલેકટર દિલીપ રાણાના હસ્તે સ્થળ ઉપર જ લાભાર્થીઓને આધારકાર્ડ, મા અમૃતમ કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ, રેશનકાર્ડ, આવકના દાખલા, સાતબાર/આઠ-અ ના પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. સેવાસેતુ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેક્ટર દિલીપ રાણાએ રૂબરૂ નિરીક્ષણ કરી વધુમાં વધુ લાભાર્થીઓ ને સહાય મળે તે માટે પ્રયાસો કર્યા હતા. જેનો લાભ મોટી સંખ્યામાં ગ્રામજનોએ લીધો હતો
સેવા સેતુ યોજનામાં આવક, જાતિ, ક્રિમીલેયર, ડોમીસાઇલ પ્રમાણપત્રને લગતા દાખલાઓ, રેશનકાર્ડને લગત અરજીઓ, આધાર કાર્ડ અને ચુંટણી કાર્ડમાં નામ નોંધાવવાની અરજીઓ, મા અમૃતમ યોજના તથા વાત્સલય કાર્ડમાં લાભાર્થીઓની નોંધણી અને કાર્ડ ઇસ્યુ કરવા, રાજય સરકારની કૃષિ, પશુપાલન, સહકાર, ગ્રામ વિકાસ, પંચાયત, સમાજ કલ્યાણ, આદિજાતિ વિભાગની સ્કીમો હેઠળના વ્યક્તિલક્ષી લાભો માટેની અરજીઓ, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર, દિવ્યાંગતા પ્રમાણપત્ર, સ્કોલરશીપ યોજનાના લાભો, વિધવા સહાય અને વૃધ્ધ નિરાધાર સહાય યોજના હેઠળ લાભ મેળવવા માટેની અરજીઓ, જમીન માપણી અને નવી નોંધ દાખલ કરવાને લગતી સેવાઓનો સ્થળ પર જ પૂરી પાડવામાં આવી હતી.. અહેવાલ જોવા ક્લીક કરો - https://youtu.be/FsPsg2DMvho
વધુને વધુ લોકો લાભ લે તેવા પ્રયાસ - કલેક્ટર
જિલ્લા કલેક્ટરે દિલીપ રાણાએ જણાવ્યુ હતુ કે ગરીબ અને જરુરિયામંદ લાભાર્થીઓને સેવા સેતુનો લાભ મળે તે માટે પૂરા પ્રયાસો કરવામાં આવ્યા છે..પાંચમાં તબક્કાનો સેવા સેતુનો કાર્યક્રમ અંતર્ગત કોઈ પણ લાભાર્થી રહી ન જાય અને વધુને વધુ લોકો સુધી લાભ પહોચે તે માટે જરુરી તમામ પગલા ભરીશુ..
એક જ સ્થળે તમામ સુવિધા મળતા લાભાર્થીઓમાં ઉત્સાહ - સરપંચ, સારસા
તો સારસા ગામના સરપંચે જણાવ્યુ હતુ કે ગામમાં અઢી હજાર જેટલા લાભાર્થીઓને જરુરી પ્રમાણપત્રો અને યોજનાકીય લાભો અંગે સેવા પૂરી પાડવામાં આવી હતી..એટલુ જ નહી વન વિભાગ દ્વારા કુલ 400 જેટલા રોપાઓનું પણ વિતરણ કરવામાં આવ્યુ હતુ..સારસા ગામના નાગરિકોને એક જ સ્થળે તમામ સુવિધા ઉપલબ્ધ થવાથી ખૂબ અને કલેક્ટરશ્રીની હાજરીથી લાભાર્થીઓમાં પણ ખૂબ ઉત્સાહ જોવા મળ્યો હતો..
