Skip to main content
Settings Settings for Dark

અરવલ્લી - પિતા પોતાની દિકરીને કિડની આપી નવજીવન આપશે

Live TV

X
  • ટિંટિસર ગામે જોવા મળી સંવેદનાસભર કહાની

    અંકિત ચૌહાણ , અરવલ્લી : દીકરી પિતા માટે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવતી હોય એવા ઘણા દાખલા જોવા મળ્યા હશે, પણ પિતા દીકરી માટે કિડની આપે તે કદાચ જ સાંભળવામાં આવ્યું હોઇ શકે, આવું જ કંઇક બનવા જઇ રહ્યું છે,, અરવલ્લી જિલ્લાના ટિંટિસર ગામે.પરિવારમાં પિતાને જો કોઇ સૌથી વ્હાલું હોય તો તે હોય છે દીકરી,,, પણ દીકરીને જ્યારે કોઇ મુશ્કેલી આવે ત્યારે પિતા તેની પડખે ઉભા રહીને તેને ફરીથી ઉભી કરવાનો પ્રયાસ કરે છે,, બસ આવું જ કંઇક બન્યું છે, અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના નાનકડા ગામ ટિંટિસર ગામમાં... ચાર દીકરીના પિતાના હસતાં પરિવારમાં અચાનક એવી આફત આવી ગઇ કે, જેનામાંથી ઉગરવું કદાચ અશક્ય હતું, પણ પિતાની હિંમત અને પરિવારનો સાથ આજે દીકરીના જીવનની નવી રાહ બનશે, પચાસ વર્ષના કાંતિભાઈ તેમની દીકરી સેજલને પોતાની કિડની આપવાનો મક્કમ નિર્ણય લેતા દીકરીને નવજીવન આપવા જઇ રહ્યા છે,, એટલું જ નહીં અન્ય લોકો માટે પણ તેઓ પ્રેરણાસ્ત્રોત બની રહ્યા છે..પચ્ચીસ વર્ષના સેજલબહેન છેલ્લા બે વર્ષથી કિડનીની બિમારીથી પીડાઈ રહ્યા હતા, લગ્ન બાદ પ્રસૂતિ સમયે સેજલબહેનને અચાનક પગમાં સોજા આવતા હોસ્પિટલમાં સારવાર કરાઈ. અને ડોક્ટરે ડાયાલિસિસ માટે સલાહ આપી, જો એ શક્ય ન હોય તો કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવો, પરિવારજનો તેમજ પતિને આ અંગે ઓછી જાણકારી હોવાને કારણે તેમણે ડાયાલિસિસ ચાલુ રાખીને આગળ કોઇ જ નિર્ણય ન લીધો, પણ જ્યારે વડીલોએ ડોક્ટરની સલાહ લેતા તેમને કિડની ટ્રાન્સપ્લાન્ટની સલાહ આપી હતી, આ માટે પણ કિડની મેચ થવી એ પણ મોટી સમસ્યા હતી,, પણ કહેવાય છે કે, ભગવાન બધા રસ્તા બંધ કરે છે, પણ કોઇ એક રસ્તો ચોક્કસ ખોલી દે છે, આવું જ બન્યું અને પિતાની કિડની મેચ થઇ ગઇ, હવે પિતાની કિડની દીકરી માટે નવું જીવન લાવશે,,

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply