ભાવનગરના સાંસદે રેલવે સ્ટેશન પર નવી લીફ્ટ અને બોટલ ક્રશિંગ મશીનનું કર્યુ લોકાર્પણ
Live TV
-
રેલવેતંત્ર દ્વારા પેસેન્જરો ની સુવિધામાં વધારો કરી રૂ. ૧ કરોડના ખર્ચે બંને પ્લેટફોર્મ પર ઉપર-નીચે જઈ શકાય તે માટે લીફ્ટ અને તેના ટાવર ઉભા કર્યા છે.
ભાવનગર રેલ્વે સ્ટેશને સાંસદ ડો. ભારતીબેન શિયાળની ઉપસ્થિતિમાં લીફ્ટ અને બોટલ ક્રશિંગ મશીનના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો. ભાવનગર રેલ્વે ટર્મિનસના કે જેમાં પ્લેટફોર્મ નં. ૧ પરથી ૨ નં. પરના ,પ્લેટફોર્મ પર જવા માટે લોકોને અગાઉ ફૂટ ઓવરબ્રિજ નો ઉપયોગ કરવો પડતો હતો. જેથી વડીલો, વૃદ્ધો, અપંગ અને દર્દીઓને એક પ્લેટફોર્મ થી બીજા પર જવા માટે ભારે મુશ્કેલીઓ નો સામનો કરવો પડતો હતો, રેલવેતંત્ર દ્વારા પેસેન્જરો ની સુવિધામાં વધારો કરી રૂ. ૧ કરોડના ખર્ચે બંને પ્લેટફોર્મ પર ઉપર-નીચે જઈ શકાય તે માટે લીફ્ટ અને તેના ટાવર ઉભા કર્યા છે. આ લીફ્ટ માં ૨૦ લોકો એકસાથે અવરજવર કરી શકશે. ત્યારબાદ રેલ્વે ટર્મિનસ પર સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ અંતર્ગત પ્લાસ્ટિક ક્રશિંગ બોટલ મશીનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું હતું
