મહેસાણાના સાંસદે આયુષ્યમાન યોજનાના લાભાર્થીઓને મીઠાઈ ખવડાવી શુભેચ્છા પાઠવી
Live TV
-
15 ઓક્ટોબર ના રોજ તેમના હસ્તે મહેસાણા વડનગર રેલવેની શરૂઆત કરવામાં આવી હતી
મહેસાણાના સાંસદ શારદાબેન પટેલે દિવાળી નિમિતે પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત યોજના ના લાભાર્થીઓને મીઠાઈ આપી શુભેચ્છા પાઠવી હતી. શારદાબેન પટેલ ખાસ કરી ને મહિલા ઓને પગભર કરવાની તથા તેઓ સમાજ માં સ્વમાન ભેર જિંદગી જીવી શકે તે માટે ખૂબ સારી સેવાકીય પ્રવૃતિ કરે છે. જીલ્લાના સાસંદ હોવાને નાતે અહીંના પ્રશ્નો ને લોકસભા માં રજૂ કરે છે. તાજેતર માં 15 ઓક્ટોબર ના રોજ તેમના હસ્તે મહેસાણા વડનગર રેલવેની શરૂઆત કરવામાં આવી હતી. આ વર્ષે દિવાળી નિમિતે આ મહિલા સાંસદે અનોખી રીતે દિવાળી ની ઉજવણી કરી છે. તેમણે પ્રધાન મંત્રી આયુષ્યમાંન ભારત યોજના ના લાભાર્થીઓને તેમના ઘરે બોલાવી દરેક ની સાથે વાત કરી સરકારની આ યોજના તેમને કેવી લાગી તે વિશે માહિતી મેળવી હતી
