આજે જલારામ જયંતિની ભવ્ય ઉજવણી, વીરપૂરમાં ભક્તોનું ઘોડાપૂર
Live TV
-
વિરપુરમાં પૂ. જલારામ બાપાનાં સમાધી સ્થળે આજે પૂજા-અર્ચના, ઘરે-ઘરે તોરણો, રંગોળીના સુશોભન, બજારને અનેરો શણગાર
ગાગર જેવડા વીરપુરમાં સાગર જેવડા સંત શ્રી જલારામબાપાનો જન્મ અભીજીત નક્ષત્રમાં સવંત ૧૮૫૬ કારતક સુદ સાતમના દિવસે થયો હતો. ધજ્યા ટૂકડો ત્યાં હરિ ઢુકડો સૂત્રને જીવનમંત્ર બનાવી સાર્થક કરનાર સંત શિરોમણિ પુ.જલારામબાપાની આજે ૨૨૦મી જન્મ જયંતિ નિમિતે તેઓની જન્મભૂમિ અને કર્મભૂમી વીરપુરધામમાં દેશ-વિદેશથી ભાવિકોનો પ્રવાહ ઉમટી પડયો છે. જેમાં ખાસ કરીને ગુજરાતના સુરત, વલસાડ, વાપી, ચીખલી, નડીયાદ તેમજ આસપાસના ગામોમાંથી અનેક પગપાળા યાત્રાસંઘ, ધૂનમંડળીઓ સાથે ભક્તજનો પૂજ્ય બાપાને ચરણે શીશ ઝુકાવવા આવી પહોંચ્યા હતા..પુ.બાપાની જન્મજયંતિ હોઇ જલીયાણધામ વીરપુરમાં વીરપુર વેપારી મિત્ર મંડળ દ્વારા રોડ રસ્તાઓ તેમજ મેઈન બજારોમાં ધજા, પતાકા તેમજ રોશનીથી શણગારી દિવાળી કરતા પણ વિશેષ શણગાર કરવામાં આવ્યો છે, વેપારીઓ દ્વારા દુકાનો, હોટેલો તેમજ વીરપુરવાસીઓ દ્વારા ઘેર- ઘેર આસોપાલવના તોરણ, કેળના પાન, રંગબેરંગી ધજાપતાકા, આંગણે રંગોળી, દિવડાઓ તેમજ લાઈટ ડેકોરેશનથી સુશોભીત કરવામાં આવેલ છે. તેમજ સેવભાવીઓ દ્વારા ભાવિકો માટે વિના મુલ્યે ઠંડી છાશ, સરબત, પાણી તથા ગરમ નાસ્તાના સ્ટોલ ઊભાં કરવામાં આવ્યા છે.
વિરપુરના સંત પ.પૂ. જલારામ બાપાની આજે 220મી જન્મ જયંતિ છે. દેને કો ટુકડા ભલા લેને કો હરી કા નામ સૂત્રને આત્મસાત કરનાર વિશ્વ પ્રસિદ્ધ પૂજ્ય જલારામબાપાની ૨૨૦મી જન્મ જયંતિની ઉજવણી માટે દેશ વિદેશમાંથી ભાવિકો વીરપુરધામ ખાતે આવી પહોંચ્યા છે અને ગામલોકો તેમજ જગ્યા દ્વારા પણ સમગ્ર ગામને ધજા પતાકાથી તેમજ રોશનીથી શણગારવામાં આવ્યું છે.શહેરના જુદા જુદા મદિરોમાં તેમજ સંસ્થાઓમાં જલારામ બાપાની જન્મ જયંતિની ઉજવણીના આયોજનો કરવામાં આવ્યા છે. સવારે આરતી પૂજા અને બપોરે ભંડારાઓ બાદ સાંજે ભજન સંધ્યા સહિતના આયોજનો કરવામાં આવ્યા છે
વિરપૂરમાં ભક્તોએ જલારામ બાપાની ઉજવણી નિમિત્તે 220 કિલોની કેક તૈયાર કરી અનોખી રીતે ઉજવણી કરી રહ્યા છે..ખીચડી જેની શાન છે, રખવાળો જેનો રામ છે, ગોકુળ જેવું જેનું ધામ છે, ખવડાવવું એજ એનું કામ છે, વીરપુર જેનું ગામ છે, આખા જગતમાં તેનું નામ છે, એ બાપા જલારામ છે, તેમને કોટી કોટી પ્રણામ છે.
વિરપૂર ધામ આજે જય જલારામ ના નાદથી ગૂંજી રહ્યુ છે..
