પંચમહાલના શાંતિલાલ ધરાવે છે ટપાલ ટિકિટ, જૂના ચલણી સિક્કાઓના સંગહ કરવાનો શોખ
Live TV
-
શાંતિલાલ અનેક જગ્યાએ પોતાના આ સંગ્રહના એક્ઝીબિશન પણ કરી ચૂક્યા છે, મુખ્યમંત્રીએ પણ તેમના સંગ્રહના શોખને બિરદાવ્યો હતો
વિવેક ત્રિવેદી, પંચમહાલ- સમગ્ર દુનિયામાં જાત જાતના શોખ ધરાવતા લોકો હોય છે, જેમાંથી કેટલાક વ્યક્તિઓના શોખ નોખા અને રસપ્રદ હોય છે..ત્યારે રિટાયર્ડ તલાટીના શોખ વિશે જાણીને તમે અચંબિત અને ચકિત રહી જશો..પંચમહાલ જિલ્લાના શાંતિલાલ પરમાર નામના અનોખા શોખ ધરાવતા વ્યક્તિ કે જેઓ તાજેતરમાં જ પોતાની તલાટી તરીકેની નોકરીમાંથી વયનિવૃત થયા છે, પણ શાંતિલાલ વર્ષોથી એક અનોખો શોખ ધરાવે છે જેમાં તેઓ ટપાલ ટિકિટ,દીવાસળીના બોક્સની છાપ, પોસ્ટકાર્ડ જેવી વસ્તુઓ પોતાની પાસે સંગ્રહી રાખે છે અને આ શોખ તેઓને અંગત પ્રસિદ્ધિ અપાવતો થઇ ગયો છે, જેને લઇને આજે શાંતિલાલ અનેક જગ્યાએ પોતાના આ સંગ્રહના એક્ઝીબિશન કરે છે, ગોધરાના આ વ્યક્તિના શોખને મુખ્યમંત્રી સહિત અનેક મહાનુભાવો બિરદાવે છે, જો શાંતિલાલ પાસે સંગ્રહ કરેલી વસ્તુઓની વાત કરીએ તો દીવાસળીની ૧૫ હજાર ઉપરાંત છાપ સંગ્રહી છે, તેઓ દ્વારા દિવાળીના તહેવારને લગતા ફોટો ધરાવતી છાપ વાળી દીવાસળીના બોક્સ અલગ તારવીને રાખવામાં આવ્યા છે અને તેઓ તેની દિવાળીમાં ઉજવણી કરે છે, ગોધરાના આ વ્યક્તિ પાસે વિશિષ્ટ કહી શકાય એવી ટપાલ ટિકિટ પણ સંગ્રહેલી છે, જેમાં સુગન્ધ ધરાવતી ટિકિટ ,સોનાની ટિકિટ ,ચાંદીની ટિકિટ પણ સામેલ છે, વધુમાં તેઓ પાસે વિદેશની ટપાલ ટિકિટ તેમજ હિન્દૂ દેવી દેવતાના ફોટો હોય એવી પણ ટિકિટ છે,
