Skip to main content
Settings Settings for Dark

વડોદરાઃ જીલ્લાના વરસડા ગામના એક પરિવાર માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના બની આશિર્વાદરૂપ

Live TV

X
  • વડોદરાઃ જીલ્લાના વરસડા ગામના એક પરિવાર માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના બની આશિર્વાદરૂપ

    પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના વડોદરા જીલ્લાના વરસડા ગામના એક પરીવાર માટે આશિર્વદ સમાન સાબિત થઈ છે. આણંદ શહેરમાં આવેલ પલ્સ કાર્ડીયાક હોસ્પિટલમાં આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના કાર્યરત છે. જેમાં વડોદરા જીલ્લાના વરસડા ગામના ગણપતભાઈ પરમાર નામના દર્દીની હ્યદય રોગની સર્જરી કરવામાં આવી હતી. વડોદરા જીલ્લાના વરસડા ગામના ગણપતભાઈ પરમારને છાતીમાં દુખાવો તથા પરિવારજનો તેમને આણંદના સો ફુટ રોડ પર આવેલ પલ્સ કાર્ડીયાક હોસ્પીટલ ખાતે લઇ આવ્યા હતાં જ્યાં હાજર ડોક્ટર દ્વારા ગણપતભાઈ પરમારની તપાસ કરતા માલુમ પડેલ કે તેઓના હ્યદયની નશો ચોકપ હોવાના કારણે તેઓને આ દુખાવો થાય છે. અને તેઓનું તાત્કાલીક ઓપરેશ કરવાની જરૂર છે. અને જેનો ખર્ચ દોઢ લાખથી વધું થાય તેવું છે. પરંતુ આ ખર્ચની રકમ ગણપતભાઈ પરમારના પરિવાર માટે મુશ્કેલી હતી. પરંતું હોસ્પિટલમાં સરકારની આયુષ્યમાન કાર્ડ સેવા ચાલું હતી. અને દર્દી પાસે આયુષ્યમાન કાર્ડ હોવાને કારણે તેઓના હ્યદયનું ઓપરેશન તદન નિશુલ્ક થઈ ગયું. ગણપતભાઇ પરમારનું આજે દોઢ લાખથી વધુંના ખર્ચનું ઓપરેશન તદન નિશુલ્ક થઈ ગયું. દર્દીના પરિવારે ગણપતભાઈનું આયુષ્યમાન કાર્ડમાં થયેલ નિશુલ્ક ઓપરેશનને લઈને પ્રધાનમંત્રીનો આભાર માન્યો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
apply