વરસાદની આગાહીને પગલે મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગોતરૂ આયોજન
Live TV
-
મહેસાણા જિલ્લામાં વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂર્વ તૈયારીઓના ભાગ રૂપે આગોતરૂ આયોજન કરેલ છે.જેમાં તાલુકામાં પરિસ્થિતિને અનુરૂપ રસ્તા,ડીપ,કોઝ વે,પુલ કે જેમા પાણીનો પ્રવાહ ભયજનક રીતે વહેતો હોય ત્યારે વાહન તણાઇ જાય અથવા વ્યક્તિ તણાઇ જાય તેવા રસ્તા પોલીસ તંત્ર,મહેસુલ તંત્ર માર્ગ અને મકાન વિભાગની મદદ લઇ બંધ કરવા તથા બંદોબસ્ત ગોઠવવાની કાર્યવાહી કરવા સુચના અપાઇ છે.
જિલ્લામાં રાહત બચાવની કામગીરીના તમામ સંશાધનો ચકાસણી કરી હાથવગા રાખવા તથા આશ્રયસ્થાનોના સંચાલકોના નામ,મોબાઇલ નંબર અને સુવિધાઓની ચકાસણી કરવા જણાવાયું છે. આ ઉપરાંત કોઇ પણ જર્જરીત કાચા કે નીચાણવાળા મકાનો દ્વારા જાનહાનિ ન થાય તે માટે લોકોને જરૂર જણાયે સલામત સ્થળે આશ્રય સ્થાનોમાં ખસેડવા અને આશ્રય સ્થાનો પર તમામ સુવિધાઓ જેવી કે પીવાનું પાણી,ભોજન,ચા-નાસ્તાની વ્યવસ્થા,લાઇટ,શૌચાલય વગેરે જેવી જીવન જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા સહિતની સુચનાઓ આપી છે.
તાલુકા કચેરીના કંટ્રોલ રૂમ નંબર 24 કલાક 07 દિવસ રાઉન્ડ ધ ક્લોક ચાલુ રાખવા અને રીપોર્ટીંગ બાબતે ત્વરિત જિલ્લા કંટ્રોલ રૂમને મેસેજ અને ડિઝાસ્ટર શાખાને તાત્કાલિક અહેવાલ મળે તે બાબતે જરૂરી કાર્યવાહી કરવા જણાવાયું છે.આ ઉપરાંત જરૂર જણાય તો 10 થી 15 ગામડાઓનું ક્લસ્ટર બનાવી અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીઓને ક્લસ્ટરમાં આપત્તિલક્ષી તમામ કામગીરી કરવા જરૂરી કાર્યવાહી કરવા જણાવાયું છે.
તાલુકામાં ભારે વરસાદને કારણે નીચાણ વાળા વિસ્તારોમાં તથા નદિ કિનારાના વિસ્તારોમાં વસતા લોકોને સાવચેત કરવા તથા આવા ગામોના લોકો સાથે સતત સંપર્ક રહી જરૂર જણાય તો સ્થળાંતર કરવા સુચના અપાઇ છે. તમામ જવાબદાર અધિકારી,મહેસુલી તલાટીશ્રીઓને હેડક્વાટર્સ ખાતે તેમજ લાયઝન અધિકારીશ્રીઓ પણ તાલુકા મથકે હાજર રહેવા જણાવાયું છે.
તાલુકામાં કોઇ દુર્ઘટના,સ્થળાંતર કે રેસ્ક્યુની પરિસ્થિતિ થાય તો નિયત કરેલ પત્રકમાં રીપોર્ટીંગ સ્તવરે મોકલવા જણાવાયુ છે. આ ઉપરાંત તાલુકામાં 100 મીમી કે તેથી વધુ વરસાદ થાય તો નુંકશાન અંગેના નિયત પત્રકમાં માહિતી મોકલી આપવા જણાવાયુ છે. જિલ્લામાં કોઇ આકસ્મિક ઘટના બને તો તેની માહિતી ટેલીફોન દ્વારા તુંરત ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ 02762-222220,222299 પર તથા ડિઝાસ્ટર ગ્રુપમાં જાણ કરવાની પણ સુચના આપી છે.આ ઉપરાંત સરકારશ્રી દ્વારા વખતો વખત ભારે વરસાદની તમામ સુચનાઓનું પાલન કરવા પણ જણાવાયું છે
આ ઉપરાંત તાલુકા કંટ્રોલ રૂમ ઊંઝા-02767-250970,કડી-02764-296355,ખેરાલું-02762-230071,જોટાણા-02762-266167,બેચરાજી-02734-286622,મહેસાણા-02762-236386,વડનગર-02761-222150,વિજાપુર02763-220027, વિસનગર 02765-231351 સતલાસણા-02761-253333 પર સંપર્ક કરવાનો રહેશે
