વલસાડના ઉમરગામના ટુંબ ગામે લુકરો પ્લાસ્ટિક સાઇકલ પ્રા. લિ. કંપનીમાં લાગી ભીષણ આગ
Live TV
-
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ટુંબ ગામે આવેલી લુકરો પ્લાસ્ટિક સાઇકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. પ્લાસ્ટિકના દાણા અને પ્લાસ્ટિકનું રો મટિરિયલ બનાવતી કંપની હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેથી ફાયર બ્રિગેડ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરાયો હતો. 10 થી વધુ ફાયર ફાઈટર દ્વારા આગને કાબૂમાં લેવામાં આવી હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર સામે આવ્યા નથી.
