વલસાડની દીકરી દ્રષ્ટિ ભાનુશાળીએ રાષ્ટ્રીય સ્તરે ચમકાવ્યું નામ
Live TV
-
વલસાડની દીકરી દ્રષ્ટિ ભાનુશાળીએ રાષ્ટ્રીય સ્તરે ચમકાવ્યું નામ: ભાતીગળ ગરબાની પરંપરા જાળવી મેળવ્યું ભવ્ય સન્માન
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાની અને ધોરણ 8 માં અભ્યાસ કરતી પ્રતિભાશાળી વિદ્યાર્થીની દ્રષ્ટિ ભાનુશાળીએ ગુજરાતની લોકસંસ્કૃતિ અને ભાતીગળ ગરબાની અસ્મિતાને દેશભરમાં ઉજાગર કરી વલસાડનું નામ રોશન કર્યું છે. કેન્દ્ર સરકારના રમતગમત મંત્રાલય હસ્તકના 'માય ભારત' દ્વારા સુરત ખાતે આયોજિત ભવ્ય સ્પર્ધામાં દ્રષ્ટિએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને રાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કર્યું છે.
સુરતમાં યોજાયેલી આ સ્પર્ધામાં શેરી ગરબા, ભાતીગળ ગરબા, પ્રાચીન ગરબા અને અર્વાચીન ગરબા એમ વિવિધ કેટેગરીમાં દ્રષ્ટિએ પોતાની કલાના જોરે સૌના દિલ જીતી લીધા હતા. પ્રાચીન સંસ્કૃતિ અને ભાતીગળ ગરબાની વિરાસતને જીવંત રાખવા બદલ તેને આ ગૌરવવંતુ સન્માન મળ્યું છે. શાળા પરિવારે પણ દ્રષ્ટિની આ સિદ્ધિ બદલ તેને વિશેષ અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, અગાઉ સોમનાથ સ્વાભિમાન પર્વ દરમિયાન પણ દ્રષ્ટિએ દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની વિશેષ ઉપસ્થિતિમાં ગરબાની શાનદાર પ્રસ્તુતિ કરી હતી. વડાપ્રધાન મોદીએ પણ આ સુંદર ક્ષણનો ફોટો પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અપલોડ કરીને યુવા પ્રતિભાને બિરદાવી હતી, જે વલસાડ માટે ગર્વની ક્ષણ હતી.
