આણંદમાં ‘સરસ મેળો-2026’નો ભવ્ય પ્રારંભ
Live TV
-
આણંદમાં ‘સરસ મેળો-2026’નો ભવ્ય પ્રારંભ
આણંદ જિલ્લામાં ગ્રામીણ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા અને તેમના સ્વરોજગારને પ્રોત્સાહન આપવાના હેતુથી ‘સરસ મેળો-2026’નો શાનદાર પ્રારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની (GLPC) અને જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ મેળાનું ઉદ્ઘાટન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા બાબતોના મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ મેળામાં ગ્રામીણ સ્વ-સહાય જૂથોની બહેનો દ્વારા તૈયાર કરાયેલી આકર્ષક હસ્તકલા, ઘરઉદ્યોગ આધારિત ઉત્પાદનો અને પરંપરાગત કારીગરીની ચીજવસ્તુઓનું પ્રદર્શન અને વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ વિશેષ પહેલથી મહિલાઓની આર્થિક ઉન્નતિ થવાની સાથે તેમના ઉત્પાદનોને વિશાળ બજાર પણ મળી રહેશે.
