Skip to main content
Settings Settings for Dark

વિશ્વના સૌથી મોટા શિલ્પોના સંમેલન માટે ગિનિસ વર્લ્ડ એવોર્ડ

Live TV

X
  • સ્વામિનારાયણ ભગવાનના હજારો સ્વરૂપોના આ અનોખા સંગમનું આયોજન 18 મી ડિસેમ્બર 2021 ના રોજ ગુજરાતના કુંડલધામ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ભારતીય સંસ્કૃતિ અને હિંદુ ધર્મના વિકાસ અને ભગવાનની ઉપાસનાના પ્રસાર માટે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું નામ "કુંડલધામમાં અક્ષરધામ" હતું, જેનું અવલોકન કરીને ગીનીસ વર્લ્ડ રેકોર્ડે તેને વિશ્વવિક્રમ તરીકે નોંધવામાં આવ્યું છે. પૂજ્ય સ્વામી શ્રી જ્ઞાનજીવનદાસજીની પ્રેરણાથી નિર્મિત ભગવાનની લાખો મૂર્તિઓ વિશ્વભરના ઘરોમાં બિરાજમાન છે. ભગવાનની આ સુંદર મૂર્તિઓને જોઈને લોકો એ મૂર્તિઓને હ્રદયમાં વસાવે જેથી દરેક વ્યક્તિનું મન મંદિર બની જાય, તેવો સ્વામીજીનો હેતુ છે.  આ વિશ્વ વિક્રમ કાર્યક્રમ સાથે સ્વામિનારાયણ સંપ્રદાય, હિંદુ પરંપરા અને ભારતીય સંસ્કૃતિની સુવાસ સમગ્ર વિશ્વમાં પ્રસરી શકે તે માટે કાર્ય સિદ્ધ કરવામાં આવ્યું છે.

    આ પહેલા ગિનિસ બુક ઓફ ના 2 રેકોર્ડ, લીમકા બુક ઓફ ના 2 રેકોર્ડ, ઇન્ડિયા બુક ઓફ ના 3 રેકોર્ડ, એશિયા  બુક ઓફ ના 4 રેકોર્ડ ના એવોર્ડ મળી ચુક્યા છે. આ એવોર્ડ માં વધુ એક કલગીનો ઉમેરો થયો છે.

    આ પ્રસંગે મુંબઈ મહાનગરના પર્યાવરણના સંરક્ષણ માટે વૃક્ષારોપણનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અનેક મહાનુભાવો અને સંતોના આશિર્વાદ સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. શ્રી સ્વામિનારાયણ ભગવાનના સિદ્ધાંતો લોકો સુધી પહોંચે તે માટે ધર્મ અને પર્યાવરણને સાંકળી લઇ આ અનોખો કાર્યક્રમ એ આદરણીય ગુરુજી શ્રી જ્ઞાનજીવનદાસજી સ્વામીની ભાવના છે. આપણા મુંબઈ શહેરના નાગરિકોનું સદ્ભાગ્ય છે કે એવોર્ડ સમારોહનું આયોજન શ્રી સ્વામિનારાયણ મંદિર, સર્વોપરી નગર, મુંબઈની ભૂમિ પર યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે સ્વામી શ્રી અલૌકિક તથા અન્ય સંતો અને મહાનુભાવો ઉપસ્થિ રહ્યાં હતા.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply