Skip to main content
Settings Settings for Dark

જૂનાગઢ જિલ્લા પંચાયત દ્વારા જિલ્લાની ત્રણસો ગ્રામ પંચાયતોને બાયોમેટ્રિક યુનિટ પુરા પાડવામાં આવ્યા

Live TV

X
  • જૂનાગઢ જિલ્લા પંચાયત દ્વારા જિલ્લાની ત્રણસો ગ્રામ પંચાયતોને બાયોમેટ્રિક યુનિટ પુરા પાડવામાં આવ્યા છે, જેને કારણે ગામડામાં વસતા લોકોને અનેક સેવાઓનો લાભ ગ્રામ્ય વિસ્તારમાંથી જ ઉપલબ્ધ થશે અને તેઓનો સમય અને નાણાં  બંનેની બચત થશે.

    જિલ્લા વિકાસ અધિકારી મીરાન્ત પરીખે આ સુવિધા અંગે જણાવ્યું હતું કે આ બાયોમેટ્રિક યુનિટ થકી આયુષ્યમાન કાર્ડ અંતર્ગત આરોગ્યલક્ષી સેવા ઉપરાંત આધાર કાર્ડ, પાન  કાર્ડ, ઈ-શ્રમ કાર્ડ સહિતની સુવિધાઓ પણ ગ્રામ્ય સ્તરે જ મળી રહેશે અને ગામડાની જનતાને તાલુકા કે જિલ્લા સુધી નહિ આવવું પડે.

    સમગ્ર રાજ્યમાં આ સેવા શરુ કરનાર જૂનાગઢ જિલ્લા પંચાયત સર્વ પ્રથમ હોવાનું પણ તેમને ઉમેર્યું હતું.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
apply