વિશ્વની સૌથી નાની પેન્સિલ, જાણો એક આર્ટિસ્ટની કલા વિશે.
Live TV
-
ઉત્તરાખંડના હલ્દવાનીના એક આર્ટિસ્ટે અનોખી પેન્સિલ બનાવી કમાલ કરી બતાવી છે.
ઉત્તરાખંડના હલ્દવાનીના એક આર્ટિસ્ટે અનોખી પેન્સિલ બનાવી કમાલ કરી બતાવી છે...નાનપણથી જ કંઈક અલગ કરવાની તમન્ના અને સખત મહેનત બળથી સહારે હલ્દવાનીના પ્રકાશ ઉપાધ્યાયે બનાવી છે વિશ્વની સૌથી નાની પેન્સિલ...જેને અસિસ્ટ વર્લ્ડ રેકોર્ડમાં પણ લેવાઈ છે નોંધ..પ્રકાશ ઉપાધ્યાય હલ્દવાનીમાં આવેલી મેડિકલ કોલેજમાં આર્ટિસ્ટ તરીકે કામ કરે છે..લાકડીથી બનાવેલી આ પેન્સિલની લંબાઈ 5 મિલીમીટર અને પહોળાઈ 0.5 મિલીમીટર છે..આ સિવાય લાલ-સફેદ, એક્રોલિક રંગનો પણ ઉપયોગ કરાયો છે.આ પેન્સિલ બનાવતા ત્રણથી 4 દિવસનો સમય લાગ્યો હતો.પ્રકાશના નામે પહેલા જ ત્રણ રેકોર્ડ નોધાયેલા છે..જેમાં હાથથી બનાવેલી ધાર્મિક પુસ્તક હનુમાન ચાલીસા છે.જેનો આકાર 3/3/3 મિલીમીટર છે..આ સિવાય 150 વર્ગ મીલિમીટરનો ચરખો પણ બનાવ્યો છે..નટરાજ કલા રત્ન એવોર્ડથી નવાજાયેલા આર્ટિસ્ટ પ્રકાશ ઉપાયધ્યાને દિલ્હીની ગાંધી આર્ટ ગેલેરીમાં પણ સન્માનિત કરવામાં આવ્યા છે..હેવાય છે કે કળા એ કોઈની મોહતાજ નથી હોતી, જેનું જીવંત ઉદાહરણ છે પ્રકાશ ઉપાધ્યાય..