ડાંગના આહવા ખાતે ગ્રામિણ ઓલમ્પિકનું આયોજન, રમશે ગુજરાત, જીતશે ગુજરાત' અભિયાન રાષ્ટ્રવ્યાપી બન્યુ
Live TV
-
1700 વિદ્યાર્થીએ લઈ રહ્યા છે ભાગ
આહવાના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા રમતગમત કચેરી દ્વારા નવમો ગ્રામીણ ઓલિમ્પિક યોજાયો હતો. જિલ્લા પંચાયત પ્રમુખ બાબુરાવ ચૌર્યાએ ગ્રામીણ ઓલિમ્પિકને ખુલ્લા મુકતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું 'રમશે ગુજરાત, જીતશે ગુજરાત' અભિયાન, હવે રાષ્ટ્રવ્યાપી બન્યું છે, અને દેશભરમાં ખેલ મહાકુંભ યોજાઇ રહ્યા છે. તેના કારણે ગ્રામીણ વિસ્તારના રમતવીરોને પણ આગળ આવવાની ભરપૂર તક મળે છે. મહિલા સશક્તિકરણના ભાગરૂપે, દેશને ગૌરવ અપાવનારી ડાંગની દીકરી ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડને, પોલીસ ફોર્સની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરીને, રોકડ પારિતોષિકથી ડાંગ પોલીસ સન્માનિત કરશે. નવમાં ગ્રામીણ ઓલિમ્પિક્સમાં અંદાજે 1600 થી 1700 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લઇ રહ્યા છે. આ પ્રસંગે ડાંગ કલેકટર બી.કે.કુમાર, જિલ્લા વિકાસ અધિકારી એચ.કે.વઢવાણિયા ઉપસ્થિત રહ્યા હતા.