નવસારી - ગાંધીમેળાનો પ્રારંભ , મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
Live TV
-
મહાત્મા ગાંધીના વિચારો અને કાર્યોને ઉત્તેજન આપવા પ્રયાસ
મહાત્મા ગાંધીના વિચારો અને કાર્યોને ઉત્તેજન આપવા, ગાંધી વિચાર-પ્રચાર ટ્રસ્ટ સંચાલિત, ઓગણસિત્તેરમો ગાંધીમેળાનો, નવસારી ખાતે સ્વાતંત્ર્ય સેનાની દિનકરભાઇ દેસાઇના હસ્તે પ્રારંભ થયો હતો. દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ, તાપી તથા દાદરાનગર હવેલી અને દમણ વિસ્તારના 110 વિવિધ ગ્રામોત્થાન પ્રવૃત્તિ દ્વારા ઉત્પાદિત ચીજવસ્તુઓના સ્ટોલ ઉભા કરાયા છે. ગાંધી મેળો બાપુને સાચી રીતે શ્રધ્ધાંજલિ આપી, બાપુના સંદેશને જીવવા સાથે, ગ્રામ્ય કારીગરોને મદદ કરવાની ભાવનાથી સભર છે. ગામડાના નાના નાના કારીગરો વધુ રોજી રોટી મેળવી રહ્યા છે. આ પ્રસંગે ગાંધીજીના પ્રપૌત્ર તુષાર ગાંધી, નેશનલ કમિશન ફોર માયનોરીટીના સભ્ય અને ઉદવાડાના વડા, ગાંધીજીના પ્રપૌત્રી નિલીમાબેન પરીખ, વગેરે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા