વડોદરામાં મરસીડીઝ ગાડીની રેપલીકાનું પ્રદર્શન
Live TV
-
અમદાવાદની આર્ટ એ ફેર અને વડોદરાની સર્જન આર્ટ ગેલેરીના સંયુક્ત ઉપક્રમે, વડોદરામાં મરસીડીઝ ગાડીની રેપલીકાનું પ્રદર્શન યોજયું હતુ
અમદાવાદની આર્ટ એ ફેર અને વડોદરાની સર્જન આર્ટ ગેલેરીના સંયુક્ત ઉપક્રમે, વડોદરામાં મરસીડીઝ ગાડીની રેપલીકાનું પ્રદર્શન યોજયું હતુ. એડોલ્ફ હિટલર એક સરમુખત્યારશાહી ચલાવતા શાસક હતા અને તેઓ કાર જુસ્સાથી ચલાવતા હતા, તે સમયે તેઓ મર્સિડીઝબેંઝ 770ના ક્લાસિક મોડેલનો ઉપયોગ કરતા હતા. આથી આ કાર, હિટલરની પરેડ કાર તરીકે ઓળખાતી હતી અને હાલમાં તે કારને કેનેડિયન મ્યુઝિયમમાં રાખવામાં આવી છે. મર્સિડીઝ મોડેલ સાથે સંકળાયેલા આવા સમૃદ્ધ ઇતિહાસ સાથેની વિન્ટેજ કારના આ મોડેલને રેપલીકાને 19 કલાકારોએ આધુનિક અને સમકાલીન કળાના સ્વરૂપમાં રૂપાંતરિત કર્યું અને વડોદરામાં પ્રદર્શન કર્યું હતુ. અમરનાથ શર્મા, જગન્નાથ મહાપાત્રા, જલદીપ ચૌહાણ, જીતુ ઓઝા, અપૂર્વા દેસાઈ, ચેતન પરમાર અને કમલ રાણા જેવા પ્રસિદ્ધ કલાકારોએ વિન્ટેજ કારની રેપલીકા, પોતાના આર્ટ ફોર્મમાં બનાવી. તરતી માછલીઓ,ઉડતા પક્ષીઓ,ગુલાબ, પ્રેમ ની અભિવ્યક્તિ જેવા વિષયોને વિન્ટેજ કાર પર રજુ કરવામાં આવી હતી.