મોરબી મહિલાઓએ પોલીસ સ્ટેશને ધૂળેટી પર નિકળતા અસામાજિક તત્ત્વો વિરુધ્ધ કડક પગલાં લેવા રજૂઆત કરી
Live TV
-
રંગોનો મહા પર્વ ધૂળેટી નજીક આવી રહ્યો છે ત્યારે આ પર્વે આડેધડ કલર લગાવતા અને જાહેર રસ્તા પર શાળા, કૉલેજ, સોસાયટી અને પાન ગલ્લાના નાકે આવારાગર્દી કરતા તત્ત્વોને પાઠ ભણાવવા મોરબીમાં સામૂહિક રજૂઆત થઈ છે
રંગોનો મહા પર્વ ધૂળેટી નજીક આવી રહ્યો છે ત્યારે આ પર્વે આડેધડ કલર લગાવતા અને જાહેર રસ્તા પર શાળા, કૉલેજ, સોસાયટી અને પાન ગલ્લાના નાકે આવારાગર્દી કરતા તત્ત્વોને પાઠ ભણાવવા મોરબીમાં સામૂહિક રજૂઆત થઈ છે. મોરબીમાં મહિલાઓએ મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશને જઈ ધૂળેટી નિમિત્તે કેમિકલ રંગો અને લાલ માટીના દુરુપયોગ તેમજ પર્વ પર રંગ લગાડવાના બહાને બહેન-દીકરીઓની થતી છેડતી અને હેરાનગતિ સામે કડક પગલાં લેવા રજૂઆત કરી હતી.