વિશ્વભરમાં આજના દિવસે કરાય છે પ્રેસ ફ્રીડમ ડેની ઉજવણી
Live TV
-
લોકતંત્રનાં ચોથા સ્તંભ તરીકે જાણીતી મીડિયાની આઝાદી ખૂબ મહત્વની છે. જો મીડિયા સ્વતંત્ર હશે તો જ પોતાનું કાર્ય સારી રીતે કરી શકશે. મીડિયાકર્મી સત્યને સામે લાવવા અને પોતાની જવાબદારી નિભાવવા માટે હમેશા તત્પર રહે છે.. દરરોજ અનેક એવા ઉદાહરણ આપણી સમક્ષ આવે છે જ્યારે મીડિયાની સ્વતંત્રતા અને સુરક્ષા પર પ્રશ્નો ઊભા થાય છે. આ જ કારણથી દર વર્ષે 3 મે નાં રોજ મીડિયાકર્મીઓની મહેનતને પ્રોત્સાહન આપવા માટે વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ડે ઉજવવામાં આવે છે. જેથી બધાને મીડિયાની આઝાદીના મહત્વ વિશે જણાવી શકાય અને વિચારોની સ્વતંત્રતાના અધિકારને સ્થાપિત કરી શકાય. આ સાથેજ આ દિવસે એ બધાજ પત્રકારો અને મીડિયકર્મીઓને યાદ કરવામાં આવે છે જેમણે પોતાની જવાબદારી નિભાવવા ઘણી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો..
જો વાત કરીએ પ્રેસ ફ્રીડમ ડેની તો યુનેસ્કો દ્વારા 1993માં 3 મેને પ્રેસ ફ્રીડમ ડે તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. દર વર્ષે આ દિવસને ઉજવવા માટે એક થીમ પસંદ કરવામાં આવે છે ત્યારે આ વર્ષની થીમ "Journalism under digital siege'' રાખવામાં આવી છે. આ વર્ષની થીમ ના ફક્ત પત્રકારીતાના જોખમને ઉજાગર કરે છે પણ સાથે જ ડિજિટલ મીડિયા પરનાં જનતાના વિશ્વાસ અને તેનાં પરિણામોને પણ પ્રકાશિત કરે છે. જો વાત કરીએ પ્રેસ ફ્રીડમ ડેનું મહત્વની તો અભિવ્યક્તિની સ્વતંત્રતા એક મૂળભૂત અધિકાર છે અને પ્રેસ જનતાને પોતાના દેશ અને દુનિયાની તમામ ખબરોથી માહિતગાર કરવાની મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.
