વિશ્વ જળ દિવસ: પાણીની બચત કરતુ મહેસાણાનું અનોખું ગામ
Live TV
-
પ્રવર્તમાન સંજોગોમાં વિશ્વના અમુક પ્રદેશો પાણીની તીવ્ર અછતથી પીડાઈ રહ્યા છે. આગામી સમયમાં આ સ્થિતિને વધતી અટકાવવા માટે પાણીનો બચાવ કરવામાં નહી આવે તો વિશ્વ માટે એક મોટી મુશ્કેલી ઊભી થઇ શકે છે. ધરતી પર પણીનું ચક્ર અને આપણા જીવનનું ચક્ર એકબીજા સાથે જોડાયેલા છે. આજે વિશ્વ જળ દિવસે મહેસાણા તાલુકાના સ્વચ્છ ગામ અને નિર્મળ ગામના એવોર્ડ થી સન્માનિત અમીપુરા ગામની વાત કરીએ તો આ ગામ એવું છે જ્યાં પાણીની બચત દરેક ગ્રામજનના લોહીમાં છે. 500 લોકોની વસ્તી ધરાવતું અને 85 પરિવારનું આ નાનકડું ગામ આજે એક મોટો સંદેશો આપી રહ્યું છે કારણકે મહેસાણાના અમીપુરામાં કોઈ ઘરે પાણીનો સંગ્રહ કરવા ટાંકી જ નથી.500ની વસ્તીવાળા ગામને પાણી પૂરું પાડવા માટે માત્ર 10 હજાર લિટરની એક જ ટાંકી છે.
ગામની 500 લોકોની વસતીને દૈનિક 20 હજાર લિટર પાણી સપ્લાય કરાય છે. અગાઉ 24 કલાક પાણી અપાતું હતું, હવે માત્ર પાંચ કલાક જ પાણી અપાય છે. સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારમાં એક વ્યક્તિ એક દિવસમાં 100 લિટર પાણીનો ઉપયોગ કરે છે. તેની સામે અમીપુરના ગ્રામજનોનો માથાદીઠ પાણીનો વપરાશ માત્ર 40 લિટરનો છે. તેની પાછળનું કારણ એ છે કે, ગામ સ્વયંભૂ રીતે પાણીની બચતને સમજે છે. એટલે જ ગામમાં કોઈએ પાણીના બિનજરૂરી સંગ્રહ માટે અંડર ગ્રાઉન્ડ ટાંકા બનાવ્યા નથી.ગામની મહિલાઓ પાણીની બચતને અને જળ એજ જીવનને ખૂબ મહત્વ આપે છે. આ ગામના વડીલો પણ પાણી બચાવવા તૈયાર છે અને તેઓ મને છે કે, પાણી બચાવવું એ આપણા સૌના હિતમાં છ.
24 કલાક પાણી સપ્લાય વખતે જેટલું પાણી વપરાતુ હતું એટલું જ પાણી હાલમાં પણ વપરાય છે. પાણીના કલાક ઘટાડવાથી વીજ બીલની બચત થઈ છે. નળમાંથી જે પાણી આવે છે તેમાંથી જ ગામના લોકો પોતાના કામ પતાવે છે. આખા ગામમાં રસ્તા પર કે જાહેરમાં પાણીનું એક પણ ટીપું બગડેલું જોવા મળતું નથી. જિલ્લામાં 3 એવા ગામ હતા કે જે સૌપ્રથમ 100 ટકા શૌચાલયો બન્યા હતા, જેમાં અમીપુરા ગામનો સમાવેશ થાય છે.
