આણંદ : ધાડ અને લૂંટના બનાવને અંજામ આપનાર ચડ્ડી-બનિયાન ધારી ટોળકીનો મુખ્ય સૂત્રધાર ઝડપાયો
Live TV
-
પોલીસની કડક પૂછપરછમાં સાત નામ કબુલ્યાં, 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લેવાયો
લાલજી પાનસૂરિયા, આણંદ : આણંદ શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા એક મહિનાથી લૂંટ કરતી ટોળકીના ત્રાસથી શહેરીજનો પરેશાન હતા..ત્યારે જિલ્લા પોલીસ દ્વારા સ્પેશિયલ ટીમ બનાવી લૂંટ કરતી ટોળકીના એક સાગરિતને પકડી પાડવામાં સફળતા મેળવી છે..ચડ્ડી-બનિયાન ધારી ગેંગના કારણે શહેરીજનોના ભયને દૂર કરવા માટે પોલીસે સ્પેશિયલ ટીમ બનાવી તપાસ આરંભી હતી..ડીવાયએસપી બી.ડી.જાડેજાએ માહિતી આપતા જણાવ્યુ હતુ કે આણંદ અને વિદ્યાનગર સહિતના સ્થળો પર લૂંટના જે બનાવો બન્યા હતા તેમાં આ જ ટોળકી સામેલ હતી..પોલીસની ટીમ મોગરી નવા રોડ તરફથી એલીકોન સર્કલ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન એક શંકાસ્પદ ઈકો કારની હિલાચાલને જોતા તપાસ હાથ ધરી હતી..તપાસ કરતા તેમાં સવાર ડ્રાઇવર નરેશ કટારા (રહે.મુળ વડવા તા. ગરબાડા જી.દાહોદ હાલ રહે.અગાસ)ને ઇકો કાર સાથે પકડી લીધો હતો.પોલીસે આરોપી પાસેથી કુલ 3 લાખથી વધુનો મુદ્દામાલ કબજે લીધો છે..પૂછપરછમાં તેણે લૂંટ, ચોરીના બનાવોને અંજામ આપ્યો હોવાની વાત કબૂલી છે..તેના અન્ય સાત સાગરિતોના નામ પણ કબૂલ્યા છે..જેમાં, કલેશ સુનીયાભાઇ કટારા, મનીયા ઉર્ફે મનુભાઇ ભાભોર, મુકેશ સુનીયા કટારા, લક્ષ્મણ મુળીયા કટારા તથા બીજો એક (રહે.વડવા તા. ગરબાડા જી.દાહોદ) આ તમામને ઝડપવા પોલીસે ટિમ બનાવી કામગીરી શરૂ કરી છે.
મહત્વનુ છે કે આણંદ અને વિદ્યાનગરમાં ગત દિવસોમાં લૂંટના બનાવો બનવા પામ્યા હતા..ગત 14મી તારીખના રોજ વિદ્યાનગરની યમુનાપાર્ક સોસાયટીમાં વહેલી સવારના સવા ત્રણેક વાગ્યાના સુમારે દંપત્તિને માર મારીને ધાડપાડુઓએ 1.71 લાખ ઉપરાંતની મત્તાની લૂંટ કરીને ફરાર થઈ ગયા હતા. ત્યારબાદ 21મી તારીખના રોજ વહેલી સવારના સવા ચારેક વાગ્યાના સુમારે એ.પી.સી સામે આવેલા પનઘટપાર્ક સોસાયટીમાં ધાડપાડુઓએ ત્રાટકીને માતા પુત્રને માર મારીને 90 હજાર તેમજ મોર્નીગ વોકમાં નીકળેલા દંપત્તિને ડરાવીને મહિલાએ પહેરેલી સોનાની બે બંગડીઓ લૂંટીને ફરાર થઈ ગયા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજ અને અન્ય બાતમી દારોની ટિમ બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.
