પંડોળીના ગામના યુવક પાસે પૌરાણિક વસ્તુઓનો ગજબનો સંગ્રહ
Live TV
-
પંડોળી ગનીભાઈ આઝાદ પાસે ૧૭૩૩ના સિક્કાઓ, સન ૧૮00ના ૧ પૈસા, ૨ પૈસા, ચાર આની, અડધો સાઈઝના સિક્કાઓ સાથે અત્યાર સુધીના ભારતીય ચલણના સિક્કાઓનો સંગ્રહ કર્યો છે.
માણસનું નસીબ જોર કરતું હોય ત્યારે ધારેલું કામ પાર પાડવા સાથે જીવનમાં સફળતાના નવા દરવાજા જાણે કે આપોઆપ ખુલી જતા હોય છે. પેટલાદ તાલુકાના પંડોળી ગામના મુસ્લિમ પરિવારના સાત વર્ષીય બાળક સાથે પણ વર્ષો અગાઉ આવી ઘટના બની હતી. જેમાં જૈન વૈધ દ્વારા મુસ્લિમ બાળકને દત્તક લઈને મુંબઈ પોતાની સાથે રાખીને શિક્ષિત બનાવવા સાથે વૈધિક અને યુનાનીમાં સ્નાતક બનાવ્યો પોતે મેળવેલા જ્ઞાન દ્વારા દર્દીઓની સારવાર કરવા સાથે એન્ટીક ચીજવસ્તુઓનો એકત્ર કરવાનો શોખ જાગ્યો. જેના પરિણામે આજે પંડોળીના ગનીભાઇ આઝાદ આયુર્વેદિક દવાઓના નિષ્ણાત હોવા સાથે તેઓ પાસે એન્ટીક ચીજવસ્તુઓનો ખજાનો હોવાનું કહેવાય છે.અને આ પ્રકારની ચીજો જોનાર,ખરીદનાર અને વેચનાર પંડોળીમાં તેઓની અચૂક મુલાકાત લેતા હોવાનું જોવા મળે છે.
છેલ્લા પચાસેક વર્ષ ઉપરાંતના સમયથી જુદા જુદા સ્થળોએ ફરીને અતિ પ્રાચીન ચીજવસ્તુઓનો સંગ્રહ કરનાર ગનીભાઇ એ જણાવ્યું હતું કે,ઐતિહાસિક ચીજવસ્તુઓની જાળવણી એ આપણા અમૂલ્ય વારસાના જતન સમાન છે મારા પછી આ એન્ટીક ચીજવસ્તુઓનો મ્યુંઝીંયમ બનાવીને આવનારી પેઢીને આપણા અમૂલ્ય વારસાથી અવગત કરાવવામાં આવે તેવો પ્રયાસ થવો જોઈએ. વધુમાં ભારતીય સંસ્કૃતિ અને આપણી જીવનશૈલીનો આવનારી પેઢીને પરિચય થાય તે માટે આ ચીજોનો મ્યુઝિયમ સ્વરૂપે જાળવણી થવી જોઇએ એવી લાગણી તેઓએ વ્યક્ત કરી હતી.
પંડોળી ગનીભાઈ આઝાદ પાસે ૧૭૩૩ના સિક્કાઓ, સન ૧૮ooના ૧ પૈસા, ૨ પૈસા, ચાર આની, અડધો સાઈઝના સિક્કાઓ સાથે અત્યાર સુધીના ભારતીય ચલણના સિક્કાઓ સંગ્રહ કરાયેલો છે. ઉપરાંત દેશ-વિદેશની ટપાલ ટિકિટો, ઈસ્ટ ઈન્ડિયા કંપનીની પ્રથમ સ્ટીંમરનું મોડલ, ૧ ઈંચની ગીતા, ૧ ઇંચનું કુરઆન શરીફ, અકબર જોધાની વીટી મુકવાની ડબ્બી, હાથી દાંતના પંખા, તથા જેને ફેરવવાથી ઓમનો નાદ સંભળાય છે. એ અક્ષયપાત્ર સહિતની અદભુત ચીજોનો છેલ્લા સાત દસકાથી સંગ્રહ કરાયેલો છે.
