'વોકલ ફોર લોકલ': દિવ્યાંગ બાળકોની દિવાળીને રોશન કરતી ગૃહરાજ્ય મંત્રીની એક અનોખી પહેલ
Live TV
-
'વોકલ ફોર લોકલ': દિવ્યાંગ બાળકોની દિવાળીને રોશન કરતી ગૃહરાજ્ય મંત્રીની એક અનોખી પહેલ
'વોકલ ફોર લોકલ'નો સંકલ્પ સાકાર થાય અને દિવ્યાંગજનોનું આર્થિક સશક્તિકરણના ઉમદા ઉદ્દેશ સાથે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અનોખી પહેલ કરી છે. તા.10મીએ ગૃહરાજ્ય મંત્રીના સુરત, સિટીલાઈટ સ્થિત કાર્યાલય બહાર દિવ્યાંગ બાળકો દ્વારા માટીમાંથી નિર્મિત દીવડાઓનું વેચાણ કરાશે. આ માટીના દીવડાઓ પર દિવ્યાંગોએ સ્વહસ્તે અવનવું કલાત્મક પેઈન્ટીંગ કર્યું છે. દીવડાઓ પર કલાત્મક ચિત્રણથી તેની સુંદરતા વધતા તે અન્ય દીવડાઓથી અલગ તરી આવે છે. તેમાંથી થયેલી આવક આ દિવ્યાંગ બાળકોને અર્પણ કરાશે.
ગૃહરાજ્ય મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, તા.10 નવેમ્બરના રોજ સવારે 11:00 કલાકથી મારા કાર્યાલય પાસે દિવ્યાંગ બાળકો દ્વારા તૈયાર કરાયેલ દીવાઓનો સ્ટોલ લાગશે. આ બાળકો દ્વારા તૈયાર કરાયેલ આ દીવાઓને ખરીદીને આપણા ઘરને અને એમની દિવાળીને રોશન કરીએ. દીવાઓ ખરીદીને દિવ્યાંગ બાળકોની મહેનતને સહયોગ આપવા શહેરીજનોને તેમણે અનુરોધ કર્યો હતો.
