સંઘ પ્રદેશ દીવના ઘોઘલા દરિયા કિનારે રેસક્યુ ઇન્ડિયા 2019નું કરાયું આયોજન
Live TV
-
મોકડ્રિલનું પણ આયોજન કરવામાં આવ્યું
સંઘ પ્રદેશ દીવના ઘોઘલા દરિયા કિનારે નેશનલ લાઈફ સેવિંગ સોસાયટી દ્વારા 'રેસક્યુ ઇન્ડિયા 2019' નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહીને લોકોનો ઉત્સાહ વધાર્યો હતો. મુસીબત સમયે લોકોને કેવી રીતે મદદ કરવી તેમજ આપાતકાલીન સારવાર કેવી રીતે આપવી તે માટે લોકોમાં જાગૃતિ આવે તેવા આશયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન એક મોકડ્રિલનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
